° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


સોનૂ સૂદની હજારો ફૂટ લાંબી તસવીર જોઈ ચોંકી ઉઠ્યા લોકો, વીડિયો વાયરલ

02 August, 2021 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

થોડાક સમય પહેલા જ એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદના નામે રાખ્યું હતું. હવે તાજેતરમાં એક આર્ટિસ્ટે સોનૂ સૂદની હજારો સ્ક્વેર ફીટ લાંબી પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

સોનુ સૂદ

સોનુ સૂદ

બૉલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના કાળમાં પોતાના સત્કર્મોને કારણે લોકોનુંમન જીતી ચૂક્યો છે. તેણે જરૂરિયાતમંદોને હૉસ્પિટલના બેડથી લઈને ઑક્સિજન અને દવાઓ સુધીની સુવિધાઓ પહોંચાડી હતી. સોનૂ સૂદ આજે પણ સોશિયલ મીડિયા દ્વારા મદદ માગનાર દરેક વ્યક્તિને ફક્ત જવાબ જ નથી આપતા પણ સાથે જ મદદ પણ પહોંચાડે છે. આ જ કારણ છે કે દરેક જણ તેમનો પોતાની રીતે આભાર માને છે. થોડાક સમય પહેલા જ એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદના નામે રાખ્યું હતું. હવે તાજેતરમાં એક આર્ટિસ્ટે સોનૂ સૂદની હજારો સ્ક્વેર ફીટ લાંબી પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

ઘાસના મેદાનને બનાવ્યો કેનવાસ
સોનૂ સૂદની એક તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. જે જાણીતા આર્ટિસ્ટ વિપુલ મિશ્રાએ બનાવી છે. આ તસવીર 50,000 સ્ક્વેર ફૂટ લાંબી છે, જેને જોઈને ચાહકોની સાથે સાથે સોનુ સૂદ પોતે પણ ચોંકી ઉઠશે. આ તસવીર માટે આર્ટિસ્ટે ઘાસના મેદાનને કેનવાસ બનાવ્યો છે અને આની તસવીરના આકારમાં ઘાસ કાપીને સોનુ સૂદનો ચહેરો બનાવવામાં આવ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકોએ આપી આવી પ્રતિક્રિયા
કો, આ તસવીર પર લોકોની કોમેન્ટ્સ જોઈએ તો અનેક લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી ગઈ છે. કેટલાક યૂઝરસ સોનુને આગામી પીએમ કેન્ડિડેટ જણાવે છે તો કોઇકને આ તસવીરમાં સોનુ સૂદનો ચહેરો સમજાતો નથી. પણ આને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે જોવાનું એ છે આટલું લાંબુ પોટ્રેટ જોઇને સોનુ સૂદ શું કહે છે.

02 August, 2021 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ઈડીનું સમન, જાણો સમગ્ર કેસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બૉલિવુડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ફરી વાર સમન પાઠવ્યું છે.

16 September, 2021 07:21 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક

આ ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી સાથે લેઝી બ્રેકફાસ્ટ ડેટ. બુધવારે મને સન્ડેની સવાર જેવી ફીલિંગ આવી રહી છે. તમે પણ તમારી મમ્મીને જઈને એક જાદુની જપ્પી આપો.’

16 September, 2021 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

દીપિકા અને રણવીરના અલીબાગના બંગલોની કિંમત છે 22 કરોડ રૂપિયા

આ ઘર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે.

16 September, 2021 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK