દસ્તાવેજ પ્રમાણે સોનાક્ષીના ફ્લૅટનો કાર્પેટ એરિયા ૪૨૧૧ ચોરસ ફુટ અને બિલ્ટઅપ એરિયા ૪૬૩૨ ચોરસ ફુટ છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ હાલમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટી ડીલ કરી છે. રિયલ એસ્ટેટ પ્લૅટફૉર્મ ‘સ્ક્વેર યાર્ડ્સ’ને મળેલા દસ્તાવેજ પ્રમાણે તેણે ૨૦૨૦ના માર્ચમાં ૧૪ કરોડ રૂપિયામાં ખરીદેલી પ્રૉપર્ટી ૨૨.૫૦ કરોડ રૂપિયામાં વેચી છે અને આ ડીલમાં ૬૧ ટકા જેટલો ભારે નફો મેળવ્યો છે.
સોનાક્ષીનો આ ફ્લૅટ 4BHK અપાર્ટમેન્ટ છે અને એ બાંદરા-વેસ્ટમાં આવેલા અને ૪.૪૮ એકરમાં ફેલાયેલા પ્રોજેક્ટ 81 ઑરિયેટમાં ૧૬મા માળે છે. દસ્તાવેજ પ્રમાણે સોનાક્ષીના ફ્લૅટનો કાર્પેટ એરિયા ૪૨૧૧ ચોરસ ફુટ અને બિલ્ટઅપ એરિયા ૪૬૩૨ ચોરસ ફુટ છે. આ ફ્લૅટ સાથે ત્રણ કાર પાર્કિંગ એરિયા પણ છે.
ADVERTISEMENT
ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે આ ટ્રાન્ઝૅક્શન હાલમાં ૩૧ જાન્યુઆરીએ થયું છે અને એ માટે ૧.૩૫ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી તથા ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવવામાં આવી છે. સોનાક્ષી સિંહા છેલ્લા એક મહિનામાં મોટી રિયલ એસ્ટેટ ડીલ કરનારી બૉલીવુડની ચોથી વ્યક્તિ છે. જાન્યુઆરીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સુભાષ ઘઈએ મળીને અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા જેટલી વૅલ્યુ ધરાવતી પ્રૉપર્ટી વેચી છે.

