Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

01 March, 2021 01:42 PM IST | Mumbai
Mumbai correspondent

રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને


રાખી સાવંતની મમ્મી જયાને કૅન્સરની સારવાર માટે જોઈતી તમામ મદદ આપવાની બાંહેધરી આપી છે સોહેલ ખાને. આ અગાઉ સલમાન ખાને પણ તેને મદદ કરી છે. એને જોતાં રાખી અને તેની મમ્મીએ તેનો આભાર પણ માન્યો હતો. એક વિડિયો મેસેજ દ્વારા સોહેલ ખાને કહ્યું હતું કે ‘માય ડિયર રાખી, તને કે પછી તારી મમ્મીને કોઈ પણ મદદની જરૂર હોય તો કૉલ કરજે. હું તો તને કદી નથી મળ્યો, પરંતુ તને હું સારી રીતે જાણું છું. હું એ પણ જાણું છું કે તું સ્ટ્રૉન્ગ વ્યક્તિ છે. તારી મમ્મી પણ સ્ટ્રૉન્ગ વ્યક્તિ છે. તેઓ જલદી સ્વસ્થ થઈ જાય એવી કામના કરું છું. તું તેમની દીકરી બનીને તેમની પડખે ઊભી રહે. જલદી જ બધું ઠીક થઈ જશે. તેમની તબિયત જ્યારે ઠીક થઈ જશે ત્યારે હું તેમની સાથે વાત કરીશ.’

મારા દિલમાં કે મોં પર કોઈ ફિલ્ટર નથી : રાખી સાવંત



રાખી સાવંતનું કહેવું છે કે તેના દિલમાં કોઈ કપટ નથી. તેણે હાલમાં જ ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં અધવચ્ચેથી ભાગ લીધો હતો. તે ટૉપ ફાઇવમાં પહોંચવામાં પણ સફળ રહી હતી. જોકે ફિનાલેમાં તેણે ૧૪ લાખ રૂપિયા લઈને શોમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હતું. તેણે હાઉસમાં લોકોનું ખૂબ મનોરંજન પણ કર્યું હતું. પોતાના સ્વભાવ વિશે જણાવતાં રાખીએ કહ્યું હતું કે ‘હું સ્પષ્ટવક્તા છું. મારા દિમાગમાં કે દિલમાં જે કંઈ આવે છે એને હું બોલી કાઢું છું. મારા દિલમાં કે મારા મોં પર કોઈ ફિલ્ટર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2021 01:42 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK