Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બર્થ-ડે બૉય મિકા સિંહ સતત ઘેરાયેલા રહે છે વિવાદોમાં

બર્થ-ડે બૉય મિકા સિંહ સતત ઘેરાયેલા રહે છે વિવાદોમાં

10 June, 2021 03:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગાયકના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો

મિકા સિંહની ફાઈલ તસવીર

મિકા સિંહની ફાઈલ તસવીર


લોકપ્રિય પંજાબી ગાયક મિકા સિંહ (Mika Singh)નો ૧૦મી જૂને જન્મદિવસ છે. બૉલિવૂડ અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિકા સિંહ જાણીતું નામ છે. હીટ ગીતો માટે જાણીતા ગાયકનું નામ વિવાદોથી પણ ઘેરાયેલું રહે છે. જેટલો તે ગીતો માટે જાણીતો છે તેટલો જ વિવાદો માટે પણ જાણીતો છે. આજે ગાયકના જન્મદિવસે તેના જીવનસાથે જોડાયેલા કેટલાંક વિવાદો વિશે તમને જણાવીએ છીએ.

મિકા સિંહ પંજાબી ગાયક દલેર મહેંદીના ભાઈ છે. શરુઆતમાં ગાયકે ગિટારિસ્ટ તરીકે કામ કરવાની શરુઆત કરી હતી. મોટા ભાઈ દલેર મહેંદી માટે સુપરહિટ ગીત ‘ડર દી રબ રબ કર દી’ કમ્પોઝ પણ કર્યું હતું. પછી ધીરે ધીરે પોતાના ગીતો ગાવાની શરુઆત કરી હતી. વર્ષ ૨૦૦૮માં મિકા સિંહે પોતાનો આલ્બમ લૉન્ચ કરવાનું નક્કી કર્યું અને સુપરહીટ ગીત ‘સાવન મેં લગ ગઈ આગ’ આપ્યું. જે લોકોએ ખુબ પસંદ કર્યું હતું. ત્યારથી તે લોકોનાં દિલમાં અને વિવાદોની યાદીમાં છે.



વર્ષ ૨૦૦૬માં આઈટમ ગર્લ રાખી સાવંતને મિકા સિંહે પોતાના જન્મદિવસે કેકે કટિંગ સેરેમની બાદ બધાની સામે લિપ-લૉક કર્યું હતું. જેના પર ઘણો મોટો વિવાદ થયો હતો. આ બાબતે રાખી સાવંત અદાલત સુધી ગઈ હતી. મીડિયામાં પણ આ બાબત ઘણા દિવસ સુધી ચગી હતી.


ગાયક પર કસ્ટમ ટેક્સ ચોરીનો આક્ષેપ લાગી ચુક્યો છે. વર્ષ ૨૦૧૩માં મિકા સિંહ બૅન્ગકૉકથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે તેની પાસે મર્યાદા કરતા વધુ વિદેશી ચલણ હતું. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મિકા સિંહની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેને જામીન મળી હતી.

મિકા સિંહનું નામ હિટ એન્ડ રન કેસમાં પણ આવી ચુક્યું છે. વર્ષ ૨૦૧૪માં ગાયકે એક ઑટો રિક્ષાને ટક્કર મી હોવાનો આરોપ છે. ત્યારે ઓટો રીક્ષામાં બેઠેલી વ્યક્તિને ઈજા થઈ હતી. પરંતુ મિકાનું કહેવું છે કે તે ગાડી ચલાવતો નહોતો.


એટલું જ નહીં, ગાયકે એક લાઈવ ઈવેન્ટમાં ડૉક્ટરને થપ્પડ માર્યો હતો. તેને કારણે પણ સખત વિવાદમાં હતો. અહેવાલો મુજબ, તે ડૉક્ટર કૉન્સર્ટમાં ફીમેલ ક્રાઉડની વચ્ચે ડાન્સ કરતો હતો એટલે મિકા સિંહને ગુસ્સો આવ્યો હતો અને તેણે ડૉક્ટરને લાફો માર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK