સિંગર કનિકા કપૂરે ગઈ કાલે એનઆરઆઇ બૉયફ્રેન્ડ ગૌતમ હાથીરમાની સાથે લગ્ન કરી લીધાં છે.
‘બેબી ડૉલે’ કરી લીધાં લગ્ન
સિંગર કનિકા કપૂરે ગઈ કાલે એનઆરઆઇ બૉયફ્રેન્ડ ગૌતમ હાથીરમાની સાથે લગ્ન કરી લીધાં છે. લંડનમાં બન્નેનાં પ્રી-વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યાં હતાં. બન્નેએ દિલથી ડાન્સ કર્યો હતો. લગ્નમાં માત્ર નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કનિકાનાં આ બીજાં લગ્ન છે. તેનાં પહેલાં લગ્ન એનઆરઆઇ રાજ ચંદોક સાથે થયાં હતાં. પહેલાં લગ્નજીવનથી તેને ત્રણ બાળકો છે અને તેમની જવાબદારી કનિકાએ ઉપાડી છે. રાજથી અલગ થયા બાદ કનિકા પાછી ભારત આવી ગઈ હતી અને તેણે સિન્ગિંગમાં નસીબ અજમાવ્યું. તેને સારા અને મોટા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા હતા. તેણે ગાયેલાં ‘બેબી ડૉલ’, ‘ચિટિયા કલાઇયાં’, ‘ગેંદા ફુલ’ અને ‘ઉ બોલેગા યા’ ગીત ખૂબ ફેમસ થયાં છે. ગૌતમ સાથે લગ્ન બાદ કનિકાને સૌ શુભેચ્છા આપી રહ્યા છે.