ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી
સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘યોદ્ધા’
સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘યોદ્ધા’ આવતા વર્ષે ૭ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મનું કામ બાકી હોવાથી એની રિલીઝની તારીખ પોસ્ટપોન કરવામાં આવી હતી. ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે, અપૂર્વ મેહતા અને શશાંક ખૈતાને પ્રોડ્યુસ કરી છે. તો સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં દિશા પાટણી અને રાશિ ખન્ના પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી, ‘ઍક્શન, થ્રિલ અને મનોરંજનથી ભરેલી અમારી આ ફિલ્મ ‘યોદ્ધા’ તમારા નજીકનાં સિનેમાઘરોમાં લૅન્ડ થવાની છે. તો તમારા સીટ બેલ્ટ બાંધી લો. ‘યોદ્ધા’ ૨૦૨૩ની ૭ જુલાઈએ રિલીઝ થશે.’