આ ડાયલૉગ અમિતાભ બચ્ચનની ૧૯૮૮માં આવેલી ‘શહેનશાહ’ ફિલ્મનો છે

શ્વેતા બચ્ચન અને અમિતાભ બચ્ચન
ફાધર્સ ડે નિમિત્તે શ્વેતા બચ્ચને તેના પિતા અમિતાભ બચ્ચનને તેમના ફેમસ ડાયલૉગની સાથે આ દિવસની શુભેચ્છા આપી હતી. આ ડાયલૉગ અમિતાભ બચ્ચનની ૧૯૮૮માં આવેલી ‘શહેનશાહ’ ફિલ્મનો છે. આ ડાયલૉગ સાથે શ્વેતા કહેવા માગે છે કે અમિતાભ બચ્ચન તેના જ પિતા છે. શ્વેતાએ ડૅડી સાથેનો ફોટો શૅર કર્યો હતો. પિતા-પુત્રીના ચહેરા પર ગજબની સ્માઇલ છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતા બચ્ચને કૅપ્શન આપી હતી, ‘રિશ્તે મેં તો સિર્ફ મેરે... લગતે હૈં. #fathersday.’