ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ તે પોતાની આ ઇમજને કારણે ઓળખાતી હતી, પણ હવે સમય બદલાયો છે. અભિનેત્રી પોતાની પર્સનલ લાઇફ અને મુશ્કેલીમાં અટવાઇ ગઈ છે.

શ્રુતિ હાસન (તસવીર સૌજન્ય મિડ-ડે)
સાઉથ અને હિંદી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા કમલ હાસન (Kamal Haasan) પોતે જેટલા પૉપ્યુલર છે. તેમની દીકરી પણ એટલી જ જાણીતી છે. તેમની દીકરી શ્રતિ હાસન (Shruti Haasan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ગૉથ કલ્ચર ફૉલો કરતી અભિનેત્રીએ આ કલ્ચરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ તે પોતાની આ ઇમજને કારણે ઓળખાતી હતી, પણ હવે સમય બદલાયો છે. અભિનેત્રી પોતાની પર્સનલ લાઇફ અને મુશ્કેલીમાં અટવાઇ ગઈ છે. હાલ તો તે કોઈ પ્રૉજેક્ટ પર કામ નથી કરી રહી, આની પાછળનું કારણ છે તેનું સ્વાસ્થ્ય. તાજેતરમાં જ શ્રુતિ હાસને PCOS (પૉલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ) અને એન્ડોમેટ્રિયૉસિસ વિશે ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તે યોગ્ય ડાએટ અને બૉડીને રેસ્ટ આપીને તેને સ્વસ્થ કરવામાં લાગી છે. પોતાના હૉર્મોનલ ડિસઑર્ડરને તે આ બે વસ્તુઓ દ્વારા જ સ્વસ્થ કરી શકે છે.
શું છે પીસીઓએસ?
પીસીઓએસ એક પ્રકારનું હૉર્મોનલ ડિસઑર્ડર હોય છે. જેમાં મહિલાની ઓવરીની સાઇઝ મોટી થઈ જાય છે. તેની બહારની સપાટી પર નાની-નાની સિસ્ટ થઈ જાય છે. આ કારણે માસિકમાં અસંતુલન સર્જાય છે અને ઇન્ફર્લિટિલિટીની તકલીફ પણ રહે છે. મેલ હૉર્મોલ (ગોનાડોટ્રોપિન) વધી જાય છે. સ્થૂળતા અને ઘણીવાર તો ડાયાબિટીઝની પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શ્રુતિ હાસને જણાવી આખી હકિકત
ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ સમસ્યાઓ વિશે વાત કરતા 36 વર્ષની શ્રુતિ હાસને પોતાનો એક વર્કઆઉટ વીડિયો શૅર કર્યો છે, જેમાં તે જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે. સાથે બધાથી ખરાબ હૉર્મોનલ ઇશ્યૂ વિશે વાત કરતી જોવા મળે છે. આ મુશ્કેલીને ટફ જણાવતા અભિનેત્રીએ માન્યું છે કે આ તકલીફ મહિલાઓમાં સામાન્ય હોય છે. શ્રુતિ હાસન કહે છે, "મારી સાથે વર્કઆઉટ કરો. હું અમુક ખૂબ જ ખરાબ હૉર્મોનલ ઇશ્યૂઝનો સામનો કરી રહી છું, તે પીસીઓએસ અને એન્ડોમેટ્રિયૉસિસ. મહિલાઓને ખબર હોવી જોઈએ કે આનાથી લડવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણકે આ દરમિયાન તમારા શરીરમાં ઘણાં બધાં હૉર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય છે. બ્લોટિંગની સમસ્યા હોય અને મેટાબૉલિક ફેરફાર પણ જોવા મળે છે. પણ હું કહેવા માગું છું કે આ એક ફાઈટની જેમ જોવાને બદલે આનો સ્વીકાર કર્યો છે. આને બૉડીમાં એક નેચરલ મૂવમેન્ટની જેમ સ્વીકાર્યું છે. હું યોગ્ય ડાએટ લઈ રહી છું, સારી ઊંઘ લઉં છું અને વર્કઆઉટ એન્જૉય કરું છું."
શ્રુતિ હાસન પોતાની ફિલ્મ `3`, `Premam`, `Race Gurram`, `Vakeel Saab` માટે જાણીતી છે આ બધી ફિલ્મોમાં શ્રુતિ હાસને ક્યારે કામ કર્યું જ્યારે પીસીઓએસ અને એન્ડોમેટ્રિયૉસિસનો સામનો કરતી હતી. બન્ને તકલીફને કારણે તે પોતાના કામ પર આની અસર પડવા દીધી નથી. શ્રુતિ હાસન કહે છે કે મારું શરીર ભલે પરફેક્ટ ન હોય, પણ મારું મન છે. પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરી રહી છું, પણ હું મારી આ જર્ની સ્વીકારું છું અને ચેલેન્જિસ પણ, હું પોતાને આ વસ્તુઓથી ડિફાઈન કરવા નથી માગતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રુતિ હાસન ટૂંક સમયમાં જ પ્રભાસ સાથે ડિરેક્ટર પ્રશાંથ નીલની અંડરવર્લ્ડ એક્શન થ્રિલર `Salaar`માં દેખાવાની છે.