મોટા ભાગની સેલિબ્રિટીઝ રવિવારને ચીટ-ડે તરીકે સેલિબ્રેટ કરે છે
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરી હતી. આ વિડિયોમાં તે ખમણ અને પાપડી-ચાટ ખાતી જોવા મળી રહી છે. મોટા ભાગની સેલિબ્રિટીઝ રવિવારને ચીટ-ડે તરીકે સેલિબ્રેટ કરે છે એટલે કે તેઓ એ દિવસે તેમના ડાયટને ફૉલો નથી કરતા અને તેમની જે ઇચ્છા હોય એ તેઓ ખાય છે. વિડિયો શૅર કરવાની સાથે તેણે કૅપ્શન આપી હતી, ‘આજ સન્ડે હૈ ના.’