Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ

‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ

28 November, 2021 11:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘અમે તમારી સ્ક્રીન પર પાછાં આવી રહ્યાં છીએ. ‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. હું ખૂબ ઉત્સાહી છું.’

‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ

‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ


‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ નીલમ કોઠારી, મહીપ કપૂર, સીમા ખાન અને ભાવના પાંડેએ શરૂ કર્યું છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન એને પ્રોડ્યુસ કરી રહ્યું છે. સિરીઝનું શૂટિંગ શરૂ થતાં એની નાનકડી ક્લિપ નીલમે શૅર કરી છે. એમાં આ ચારેય ઍક્ટ્રેસિસની ઝલક દેખાઈ રહી છે. તેઓ મેકઅપ કરી રહી છે અને કહી રહી છે કે ‘અમે હવે પાછાં આવી ગયાં છીએ.’ આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીલમે કૅપ્શન આપી હતી, ‘અમે તમારી સ્ક્રીન પર પાછાં આવી રહ્યાં છીએ. ‘ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. હું ખૂબ ઉત્સાહી છું.’
આ જ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘અમારી ફેવરિટ બૉલીવુડ વાઇવ્સ પહેલાં કરતાં વધુ ફૅબ્યુલસ બની ગઈ છે. ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK