° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


શિલ્પા શેટ્ટીનો આખો પરિવાર કોરોના સંક્રમિત, કહ્યું આ...

07 May, 2021 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અત્યાર સુધી અનેક સિતારા તેમજ તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તો હવે શિલ્પા શેટ્ટીનો પરિવાર પણ કોવિડની ચપેટમાં આવી ગયો છે.

શિલ્પા શેટ્ટી (તસવીર સૌજન્ય મિડ-ડે)

શિલ્પા શેટ્ટી (તસવીર સૌજન્ય મિડ-ડે)

કોવિડ 19નો કેર આખા દેશની સાથે સાથે બૉલિવૂડ જગત પર પણ વરસી રહ્યો છે. અત્યાર સુધી અનેક સિતારા તેમજ તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તો હવે શિલ્પા શેટ્ટીનો પરિવાર પણ કોવિડની ચપેટમાં આવી ગયો છે. આ વાતની માહિતી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી છે.

છેલ્લા 10 દિવસ રહ્યા મુશ્કેલ
શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરી છે. તે નોટમાં લખ્યું છે, "છેલ્લા 10 દિવસ અમારી માટે એક પરિવાર તરીકે ખૂબ જ મુશ્કેલ રહ્યા. મારા સાસું, સસરા કોવિડ-19થી સંક્રમિત થયાં, તેના પછી દીકરી સમીશા, દીકરો વિયાન, મારી મા અને છેલ્લે રાજ પણ. તે બધા ઑફિશિયલ ગાઇડલાઇન્સ પ્રમાણે ઘરે પોતાના રૂમમાં આઇસોલેશનમાં છે અને ડૉક્ટરની સલાહ પણ લઈ રહ્યા છે."

ઇન-હાઉસ સ્ટાફ સભ્યો પણ થયા કોરોના સંક્રમિત
શિલ્પા શેટ્ટીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, "અમારા બે ઇન-હાઉસ સ્ટાફ સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને તેમની સારવાર પણ ચાલું છે. ભગવાનની દયાથી, બધા સ્વસ્થ થઈ રહ્યા છે. મારો કોવિડ ટેસ્ટ રિપૉર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રોટૉકૉલ પ્રમાણે દરેક સુરક્ષા ઉપાયોનું પાલન કરવામાં આવ્યું છે, અને અમે તરત મદદ અને પ્રતિક્રિયા માટે BMC અને અધિકારીઓના આભારી છીએ."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

પ્રેમ અને સમર્થન માટે આભાર
શિલ્પા શેટ્ટીએ પોતાની નોટમાં છેલ્લે લખ્યું, "તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે આભાર. અમારી માટે પ્રાર્થના કરતા રહેજો. માસ્ક પહેરો, સેનિટાઇઝરનો ઉપયોગ કરો, સુરક્ષિત રહો અને કોવિડ પૉઝિટીવ છો કે નહીં... પણ તમે પૉઝિટીવ રહો, માનસિક રૂપે." આ નોટને શૅર કરતા  શિલ્પાએ કૅપ્શનમાં લખ્યું, "બધા સુરક્ષિત રહો."

07 May, 2021 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆ

કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે જેથી તે હવે સલમાન ખાન કે તેના પરિવાર અંગે ટિપ્પણીઓ નહીં કરી શકે

25 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાતોરાત ફિલ્મમાંથી કાઢી નાખતાં ડિપ્રેશનનો શિકાર બની હતી કીર્તિ

કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી.

25 June, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પીછો કરનાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો નિકિતા રાવલે

નિકિતા રાવલે તેનો પીછો કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો છે. તે સતત તેનો પીછો કરતો હતો. સાથે જ દરેક ઇવેન્ટમાં પણ તેની આગળ-પાછળ ફરતો હતો

25 June, 2021 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK