મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કરવા વિશે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું...
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કરવા વિશેના પોતાના અનુભવ વિશે ચર્ચા કરી છે. તેણે તેની કરીઅરમાં ઘણી મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે. બૉલીવુડમાં આવી ઘણી ફિલ્મો બને છે. કેટલીક હિટ રહે છે તો કેટલીક નિષ્ફળ રહે છે. અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ આવી જ એક ફિલ્મ છે જે નિષ્ફળ રહી હતી. આ વિશે શિલ્પા કહે છે, ‘કોઈ પણ ફિલ્મને લઈને કોઈ ખાતરી નથી આપી શકતું. મોટા સ્ટાર હોય કે પૉપ્યુલર સ્ટાર્સ હોય, ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેવું પર્ફોર્મ કરશે એની કોઈ ખાતરી નથી હોતી.’

