° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


મહામારીમાં વધુપડતું વિચારવાનું ટાળવાની સલાહ આપી શિલ્પાએ

04 May, 2021 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળમાં જે લોકો નિઃસ્વાર્થભાવે જરૂરતમંદોની મદદ કરે છે તેમની પ્રશંસા કરી

શિલ્પા શેટ્ટી કુંદ્રા

શિલ્પા શેટ્ટી કુંદ્રા

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ કોરોનાકાળમાં જે લોકો નિઃસ્વાર્થભાવે જરૂરતમંદોની મદદ કરે છે તેમની પ્રશંસા કરી છે. સાથે જ તેણે સૌને દિલથી મજબૂત થવાનો પણ સંદેશ આપ્યો છે. તેણે પોતાનો યોગ કરતો ફોટો શૅર કર્યો છે. એ ફોટો પર લખ્યું છે કે ‘વધુપડતા વિચારો તમારી ખુશીઓને અને મૂડને ગ્રહણ લગાવી શકે છે. એના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઊંડો શ્વાસ લો. શ્રદ્ધા રાખો. જે થવાનું છે એ તો થઈને જ રહેશે.’

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘આપણી આસપાસ હાલમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એનાથી અવગત છીએ. એ ખરેખર ભયાનક છે. આવા સમાચારો આખો દિવસ આપણા મગજમાં ભમ્યા કરે છે. સાથે જ આપણા દિમાગને નકારાત્મક દિશામાં લઈ જાય છે. એ દરમ્યાન એવી પોસ્ટ અને ન્યુઝ પણ આવે છે કે અજાણ્યા લોકો જરૂરતમંદો તરફ મદદનો હાથ લંબાવે છે. કોવિડના દરદીઓ માટે કેટલાક લોકો જમવાનું બનાવે છે, વૉલન્ટિયર્સ જેમને મેડિકલ સહાયની જરૂર છે તેમને મદદ કરે છે. ડૉક્ટર્સ પણ ઑનલાઇન સેશન્સ દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. એથી ખાતરી રાખો કે જો આપણે કોઈની મદદ કરી શકવામાં સમર્થ હોઈએ તો આગળ આવો. જો એવું ન થઈ શકે તો ગભરાવાની જરૂર નથી. ઊંડો શ્વાસ લો. વિશ્વાસ રાખો કે બધું સારું થઈ જશે. આપણે સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર આવીશું. આપણે ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને આગળ આવીશું. વર્તમાનમાં તો આપણે શ્રદ્ધા અને આશા રાખવાં જરૂરી છે.’

04 May, 2021 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અનુષ્કા અને વિરાટ કોહલી સાત કરોડની જગ્યાએ હવે અગિયાર કરોડ કરશે ભેગા

ટોટલ ૧૦,૮૨,૩૮,૫૪૮ રૂપિયા ૧૮,૭૭૨ લોકોએ દાન કર્યા છે

13 May, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફ્રન્ટલાઇન વર્કર્સના જોશ અને નિઃસ્વાર્થ સેવા બિરદાવવા લાયકઃ અમિતાભ બચ્ચન

તેમણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

13 May, 2021 12:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પુણે પોલીસ ફાઉન્ડેશનમાં દાન કર્યું જૅકલિન ફર્નાન્ડિસે

તે વિવિધ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને એક લાખ લોકોને ખાવાનું પહોંચાડી રહી છે

13 May, 2021 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK