Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એ. આર. રહમાન સર સાથે કામ કરવાનો અનુભવ હંમેશાંથી ખુશનુમા રહ્યો છે: શિલ્પા રાવ

એ. આર. રહમાન સર સાથે કામ કરવાનો અનુભવ હંમેશાંથી ખુશનુમા રહ્યો છે: શિલ્પા રાવ

22 July, 2021 12:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનનની ‘મીમી’માં તેણે એ. આર. રહમાનનું કમ્પોઝ કરેલું ‘ફૂલઝડિયાં’ ગીત ગાયું છે

શિલ્પા રાવ

શિલ્પા રાવ


શિલ્પા રાવનું કહેવું છે કે એ. આર. રહમાન સાથે કામ કરવાનો અનુભવ હંમેશાં આનંદદાયક રહ્યો છે. ક્રિતી સૅનનની ‘મીમી’માં તેણે એ. આર. રહમાનનું કમ્પોઝ કરેલું ‘ફૂલઝડિયાં’ ગીત ગાયું છે. આ અગાઉ તેણે એ. આર. રહમાન સાથે ૨૦૧૨માં આવેલી ‘જબ તક હૈ જાન’નું ‘ઇશ્ક શાવા’ ગાયું હતું. એ. આર. રહમાન સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘એ. આર. રહમાન સર સાથે કામ કરવાનો અનુભવ હંમેશાં ખુશનુમા રહ્યો છે. હું તેમને પહેલી વખત શૂટ માટે મળી હતી અને અમે ગઝલ્સ વિશે ચર્ચા કરી હતી. બાદમાં અમે પહેલી વખત ‘ઇશ્ક શાવા’ બનાવ્યું હતું. એ વખતે એ. આર. રહમાન સરે કહ્યું હતું કે મારો અવાજ સાંભળીને તેઓ ઇજિપ્ત પહોંચી જાય છે. એ મારા માટે તો સૌથી મોટી પ્રશંસા હતી. મને તેમણે કૉલ કરીને તાજેતરમાં રિલીઝ થયેલા ‘ફૂલઝડિયાં’ ગીતના રેકૉર્ડિંગ માટે બોલાવી હતી. તેમના સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ કરવાની ખૂબ મજા આવી હતી. સાથે જ અમે કેટલાક મજેદાર ટેક્સ પણ રેકૉર્ડ કર્યા હતા, કારણ કે આ ખૂબ જ પ્રસન્ન કરનાર ગીત છે. મહિલાઓ આ ગીત સાથે કનેક્ટ થઈ શકશે, કેમ કે ગીતમાં મા બનવાની એક મહિલાની જર્નીને દેખાડવામાં આવી છે. આ ગીત હું એ તમામ મહિલાઓને સમર્પિત કરવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK