° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


Salman Khan અને Shehnaaz Gill એક સાથે આ ફિલ્મમાં દેખાશે, સેટ પરની તસવીરો લીક

16 May, 2022 03:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે `કભી ઈદ કભી દિવાલી`ના શૂટ વચ્ચે એક્ટ્રેસ શેહનાઝ ગિલ (Shehnaaz Gill Video) પણ દેખાવાની છે, સેટ પરથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળી રહી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

Shehnaaz Gill Video From kabhi eid kabhi diwali: બૉલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)ની અપકમિંગ ફિલ્મ `કભી ઈદ કભી દિવાલી` (Kabhi Eid Kabhi Diwali) હાલ બી ટાઉનમાં ચર્ચાનો કેન્દ્ર બની છે. ટૂંક સમય પહેલા જ સલમાન ખાનનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો હતો, જેમાં અભિનેતાનો સાવ જૂદો અવતાર જોવા મળ્યો છે. આ દરમિયાન હવે `કભી ઈદ કભી દિવાલી`ના શૂટ વચ્ચે એક્ટ્રેસ શેહનાઝ ગિલ (Shehnaaz Gill Video) પણ દેખાવાની છે, સેટ પરથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shehnaaz Kaur Gill (@ms.shehnaazkaurgill)

`કભી ઈદ કભી દિવાલી`ના શૂટ પર પહોંચેલી શેહનાઝ ગિલને પિંક સાડી અને વાળમાં ગજરો નાખેલી જોઈ શકાય છે. જો કે, વીડિયો એટલો ક્લિયર નથી કે શેહનાઝની સ્પષ્ટ તસવીર દેખાતી નથી, પણ આ વાત તો નક્કી છે કે શેહનાઝ ગિલ આ લૂકમાં ખૂબ જ સુંદર દેખાતી હશે. સોશિયલ મીડિયા પર હવે તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ શેહનાઝના ચાહકો આ વાતને લઈને એક્સાઇટેડ છે કે તે ટૂંક સમયમાં જ અભિનેત્રીને સલમાન ખાન સાથે મોટા પડદે જોશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushant singh (@sidnaaz_do_jism_ek_jaann)

એક ચાહકે વીડિયો પર કોમેન્ટ કરતા જણાવ્યું કે `કભી ઈદ કભી દિવાલી` ફિલ્મમાં શેહનાઝ ગિલ એક સાઉથ ઈન્ડિયન પરિવારની દીકરીનું પાત્ર ભજવી રહી છે. તો અનેક ચાહકો શેહનાઝના વખાણ કરતા તેમની માટે સારી સારી કૉમેન્ટ કરી છે. `કભી ઈદ કભી દિવાલી`ને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે એક્ટ્રેસ પૂજા હેગડે લીડ રોલમાં દેખાશે. અનેક રિપૉર્ટનો દાવો છે કે ફિલ્મમાં વેંકટેશ દગ્ગુબાતી, આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ પણ છે, ડાંસર અને અભિનેતા રાઘવ જુયાલને પણ આમાં લેવામાં આવ્યા છે.

16 May, 2022 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આસામ પૂર માટે અગિયાર લાખ ડોનેટ કર્યા કરણે

કરણ જોહરે હાલમાં જ આસામ પૂર માટે અગિયાર લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આસામમાં પૂર આવતાં ૯૦ લાખ લોકોને એની અસર થઈ છે.

06 July, 2022 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અમેરિકામાં કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું દીપિકાએ

દીપિકા પાદુકોણ હાલમાં અમેરિકામાં સમય પસાર કરી રહી છે અને એ દરમ્યાન તેણે દસમી કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે.

06 July, 2022 10:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ડાર્લિંગ્સ’ પાંચ ઑગસ્ટે થશે સ્ટ્રીમ

આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ડાર્ક કૉમેડી ‘ડાર્લિંગ્સ’ને પાંચ ઑગસ્ટે ​નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

06 July, 2022 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK