શત્રુઘ્ન સિંહાએ સોશ્યલ મીડિયા પર તેમને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સંજીવકુમારની ગઈ કાલે ચાલીસમી પુણ્યતિથિ હતી અને એ દિવસે શત્રુઘ્ન સિંહાએ સોશ્યલ મીડિયા પર તેમને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેમણે સંજીવકુમાર સાથેની તેમની તસવીરો શૅર કરીને લખ્યું હતું, ‘અમારા પ્રિય પારિવારિક મિત્ર; સાચા અર્થમાં મારા મિત્ર, ફિલોસૉફર અને માર્ગદર્શક; અદ્ભુત કલાકાર અને મહાન માનવી એવા સ્વર્ગસ્થ સંજીવકુમારને પ્રેમ અને સન્માન સાથે યાદ કરીએ છીએ. ‘ખિલૌના’, ‘હથકડી’, ‘બેરહમ’ જેવી અનેક ફિલ્મોમાં તેમની સાથે કામ કરીને ઘણું શીખવાનો અવસર મળ્યો. તેમનો દયાળુ સ્વાભાવ, ઉષ્મા અને પ્રેમ આજે પણ આપણને સમૃદ્ધ બનાવે છે.’
સંજીવકુમારની ચાલીસમી પુણ્યતિથિ નિમિત્તે જૅકી શ્રોફ, રાજ બબ્બર સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


