Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખને પોતાની બાજુમાં જોઈને ચોંકી ગઈ શેરોન સ્ટોન

શાહરુખને પોતાની બાજુમાં જોઈને ચોંકી ગઈ શેરોન સ્ટોન

04 December, 2022 11:44 AM IST | Jeddah
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં શાહરુખ ખાનને પોતાની બાજુમાં જોઈને હૉલીવુડ સ્ટાર શેરોન સ્ટોન ચોંકી ગઈ હતી.

શાહરુખને પોતાની બાજુમાં જોઈને ચોંકી ગઈ શેરોન સ્ટોન

શાહરુખને પોતાની બાજુમાં જોઈને ચોંકી ગઈ શેરોન સ્ટોન


‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં શાહરુખ ખાનને પોતાની બાજુમાં જોઈને હૉલીવુડ સ્ટાર શેરોન સ્ટોન ચોંકી ગઈ હતી. શેરોન સ્ટોને અનેક ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યું છે. શાહરુખને પોતાની બાજુમાં બેઠેલો જોઈને શેરોને જે એક્સપ્રેશન આપ્યાં છે એની વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. તેના હાવભાવ જોઈને શાહરુખના ફૅન્સ પણ ખૂબ ખુશ છે. ભારતીય સિનેમામાં આપેલા પોતાના યોગદાન બદલ શાહરુખને આ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યો છે. જ્યારે શાહરુખનું નામ અનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે શેરોન ક્લેપ તો કરે જ છે, પરંતુ સાથે જ શાહરુખને પોતાની બાજુમાંથી ઊભો થતો જોઈને શેરોનના મોઢામાંથી શબ્દો નીકળી પડે છે, ‘ઓહ માય ગૉડ.’ તે શાહરુખને ‘નમસ્તે’ કરતી પણ જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 11:44 AM IST | Jeddah | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK