Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘હસાવી તો જુઓ મને…’

‘હસાવી તો જુઓ મને…’

12 August, 2021 11:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું કહેનાર શક્તિ કપૂરે ગોવિંદા સાથે ‘ઝી કૉમેડી શો’માં ખૂબ મસ્તી કરી

શક્તિ કપૂર

શક્તિ કપૂર


શક્તિ કપૂરનું કહેવું છે તેમને હસાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેમણે ગોવિંદા સાથે ‘ઝી કૉમેડી શો’માં હાજરી આપીને ઘણી મસ્તી કરી હતી. ફારાહ ખાન આ શોની જજ એટલે કે લાફિંગ બુદ્ધા છે અને એમાં ઘણા કૉમેડિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય દિન દરમ્યાનના સ્પેશ્યલ એપિસોડમાં ગોવિંદા અને શક્તિ કપૂરે હાજરી આપી હતી. 
આ દરમ્યાન ઍક્ટ જોયા બાદ શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘સાચું કહું તો ઘણાં વર્ષો બાદ હું ખૂબ હસ્યો છું અને મારી આંખોમાં આંસુ આવી ગયાં એટલું હું હસ્યો છું. હું ખૂબ ઓછું હસનાર માણસ છું. હું લોકોને હસાવી શકું છું, પરંતુ મારું હાસ્ય ખૂબ લિમિટેડ છે. મને હસાવવું ખૂબ મુશ્કેલ છે અને હું કોઈ દિવસ ખોટું નથી બોલતો. મારી કમેન્ટ્સનો સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવામાં પણ નથી આવતો. હું જે ફીલ કરું છું એ જ બોલું છું. તમે લોકોએ મને ખરેખર હસાવ્યો છે. લોકોને હસાવવું ખૂબ મુશ્કેલ છે અને તમારે ગોવિંદાનું રીઍક્શન જોવા જેવું હતું.’
આ વિશે ગોવિંદાએ કહ્યું હતું કે ‘મેં ઘણા કૉમેડી શો અને ફિલ્મો ભૂતકાળમાં જોઈ છે, પરંતુ આજે મેં સ્ટેજ પર જે જોયું છે એ એક અલગ જ લેવલનું હતું. હું પણ ઘણા લાંબા સમય બાદ આટલું હસ્યો છું અને દરેકે ખૂબ જ સારો પર્ફોર્મન્સ આપ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2021 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK