° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


રોબો પર આધારિત ફિલ્મમાં જોવા મળશે શાહિદ અને ક્રિતી?

06 August, 2022 12:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર દિનેશ વિજનની રોબોટની સ્ટોરી દેખાડતી આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સૅનન કામ કરવાનાં છે એવી માહિતી મળી છે

ક્રિતી સૅનન અને શાહિદ કપૂર

ક્રિતી સૅનન અને શાહિદ કપૂર

ફિલ્મમેકર દિનેશ વિજનની રોબોટની સ્ટોરી દેખાડતી આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સૅનન કામ કરવાનાં છે એવી માહિતી મળી છે. દિનેશ વિજને ‘સ્ત્રી’, ‘રૂહી’ અને ‘ભેડિયા જેવી ફિલ્મો બનાવી છે. હવે તે એક નવા કન્સેપ્ટ સાથે રોબોની સ્ટોરી લઈને આવશે, જે રોમૅન્ટિક-કૉમેડી રહેશે. જો આ ફિલ્મમાં શાહિદ અને ક્રિતી કામ કરશે તો એ અનોખી જોડી બનાવશે. આ ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે એક વ્યક્તિ કઈ રીતે મશીનના પ્રેમમાં પડે છે. આ કન્સેપ્ટ હૉલીવુડમાં અગાઉ પણ દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શાહિદ રોબોટિક્સ ગાય બનશે અને ક્રિતી રોબોટ બનશે. એવું પણ જાણવા મળ્યું છે કે લાઇફ ઓકે પર આવતી સિરિયલ ‘બહૂ હમારી રજનીકાન્ત’ની જેમ આ ફિલ્મમાં પણ મેકર્સ એની ઝલક દેખાડશે. આ ફિલ્મને અમિત જોશી ડિરેક્ટ કરશે. પહેલી વખત શાહિદ અને ક્રિતી અનોખા અવતારમાં દેખાશે. ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. સાથે જ હજી સુધી ફિલ્મને લઈને કોઈ ચોક્કસ જાહેરાત 
પણ નથી કરવામાં આવી.

06 August, 2022 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

હેરસ્ટાઇલને લઈને ટ્રોલ થઈ દીપિકા

​દીપિકા પાદુકોણ હસબન્ડ રણવીર સિંહ સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સ્ક્રીનિંગમાં ગઈ હતી

12 August, 2022 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ઇન્ડિયન નેવી સાથે સલમાન

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો છે એવામાં તેણે દેશના આ જાંબાઝ વીરો સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું

12 August, 2022 12:53 IST | Vishakapatnam | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

`લાલ સિંહ ચઢ્ઢા` Review : ફુલ ઑન દેસી

હૉલીવુડની રીમેક હોવા છતાં એક સંપૂર્ણ ભારતીય ફિલ્મ છે: સિનેમૅટોગ્રાફીમાં પ્લસ પૉઇન્ટ તો એડિટિંગમાં માઇનસ પૉઇન્ટ મળે છે અને ઇમોશનલ દૃશ્યોમાં આમિરનો પર્ફોર્મન્સ પર્ફેક્ટ નથી

12 August, 2022 12:49 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK