Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીયની મદદ કરનાર ઇજિપ્તના ટ્રાવેલ એજન્ટને ઑટોગ્રાફવાળો ફોટો મોકલીને આભાર માન્યો શાહરુખે

ભારતીયની મદદ કરનાર ઇજિપ્તના ટ્રાવેલ એજન્ટને ઑટોગ્રાફવાળો ફોટો મોકલીને આભાર માન્યો શાહરુખે

24 January, 2022 03:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખા પ્રકરણને વિસ્તારથી જાણીએ

શાહરુખ ખાન

શાહરુખ ખાન


ઇજિપ્તના એક ટ્રાવેલ એજન્ટે ભારતીયની કરેલી મદદને લઈને શાહરુખ ખાને તેનો આભાર માનતાં પોતાનો ઑટોગ્રાફવાળો ફોટો મોકલ્યો છે. સાથે જ તેની પ્રશંસા કરતી નોટ 
પણ મોકલી છે. આખા પ્રકરણને વિસ્તારથી જાણીએ તો નવી દિલ્હીની અશોકા યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સની પ્રોફેસર અશ્વિની દેશપાંડેને ઇજિપ્તમાં ઍડ્વાન્સ પેમેન્ટ કરવામાં તકલીફ થઈ રહી હતી. એથી ત્યાંના એક ટ્રાવેલ એજન્ટે તેઓ શાહરુખના દેશની 
હોવાથી તેમની મદદ કરી હતી. એ ઘટના વિશે ટ્વિટર પર અશ્વિની દેશપાંડેએ ટ્વીટ કર્યું હતું, ‘મારે ઇજિપ્તના એક ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના હતા, પરંતુ પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવી રહી હતી. તેણે મને કહ્યું ‘તમે શાહરુખ ખાનના દેશમાંથી છો. મને તમારા પર ભરોસો છે. હું તમારું બુકિંગ કરું છું. તમે મને બાદમાં પૈસા ચૂકવી દેજો. અન્યો માટે હું નહીં કરું, પરંતુ શાહરુખ માટે કંઈ પણ કરીશ’. આવી રીતે તેણે અમારી મદદ કરી હતી.’
આ વાત શાહરુખની ટીમના ધ્યાનમાં આવતાં એ ટ્રાવેલ એજન્ટને શાહરુખના ઑટોગ્રાફવાળો ફોટો મોકલવામાં આવ્યો હતો. સાથે જ એક નોટ મોકલીને એ ટ્રાવેલ એજન્ટના સારા વર્તનની પણ ખૂબ પ્રશંસા 
કરવામાં આવી છે. એ નોટમાં લખવામાં આવ્યું છે કે ‘મારા ભારતીયો સાથે ઉદારતા દેખાડવા બદલ તારો આભાર. તેં ખૂબ દયા અને ઉદારતા દેખાડી છે. તારી આવી ઉદારતામાં વધારો થાય.’
શાહરુખે એ ટ્રાવેલ એજન્ટ, અશ્વિની દેશપાંડે અને તેની દીકરી માટે પણ ફોટો મોકલ્યો છે. શાહરુખનો ફોટો અને સ્પેશ્યલ નોટ ટ્વિટર પર શૅર કરીને અશ્વિની દેશપાંડેએ ટ્વીટ કર્યું હતું, ‘આ સ્ટોરીનો ખૂબ જ ખુશનુમા અંત આવ્યો છે. શાહરુખના ઑટોગ્રાફવાળા ત્રણ ફોટો આવી ગયા છે. ઇજિપ્તના એ ટ્રાવેલ એજન્ટ માટે સુંદર મેસેજ, મારા માટે અને મારી દીકરી માટે ફોટો મોકલ્યો છે. શાહરુખના આટલા ઉદાર વર્તન બદલ તેનો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK