° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


Brahmastra : શાહરુખ ખાનનો ફર્સ્ટ લૂક થયો લીક, જુઓ તમે પણ

12 August, 2022 02:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાંબા સમયથી ફૅન્સ કિંગ ખાનના લૂકની રાહ જોઈ રહ્યા હતા

શાહરૂખ ખાન, પત્ની આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર (તસવીરો : યોગેન શાહ)

શાહરૂખ ખાન, પત્ની આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર (તસવીરો : યોગેન શાહ)

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) તેમની ફિલ્મ `બ્રહ્માસ્ત્ર` (Brahmastra)ને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. અયાન મુખર્જી (Ayan Mukerji) દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન (Shah Rukh Khan) પણ કેમિયો રોલમાં જોવા મળશે. લાંબા સમયથી ફૅન્સ કિંગ ખાનના આ ફિલ્મમાં તે કયા પાત્રમાં જોવા મળશે તેની રાહ જોઈ રહ્યાં હતા. . હવે શાહરુખ ખાનનો લુક સોશિયલ મીડિયા પર લીક થયો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

`બ્રહ્માસ્ત્ર` ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો લૂક સામે આવ્યો છે ત્યારથી ફૅન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર, શાહરૂખ ખાન `બ્રહ્માસ્ત્ર`માં વાનર અસ્ત્રનું પાત્ર ભજવી રહ્યો હોય તેવું લાગે છે. વીડિયોમાં શાહરૂખ લોહીથી લથપથ જોવા મળે છે. અગ્નિની વચ્ચે અભિનેતાનો ઢાંસુ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે જ ફૅન્સે તેમાં શાહરૂખ ખાનની ઝલક જોઈ લીધી હતી અને તેના પાત્ર વિશે જાણવા આતુર હતા. જોકે, હવે અભિનેતાનો લૂક લીક થઈ જતા ફૅન્સની ખુશી જાણે સાતમાં આસમાને પહોંચી છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય પણ જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં ૯ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મનું ગીત `દેવા-દેવા` તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે.

12 August, 2022 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નૅશનલ આઇકન બન્યો પંકજ ​ત્રિપાઠી

હવે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા ઑલ ઇન્ડિયા રેડિયો સાથે મળીને ‘મત ડાલા જંક્શન’ નામની બાવન એપિસોડની એક સિરીઝ લાવશે

05 October, 2022 02:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અંદાજે ૧૮ કરોડનો ફ્લૅટ ખરીદ્યો વિવેક અગ્નિહોત્રીએ

વર્સોવાનો આ ફ્લૅટ ૩૦મા ફ્લોર પર છે

05 October, 2022 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘બડે મિયાં છોટે મિયાં’માં દેખાશે જાહ‍્નવી કપૂર?

આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં છે

05 October, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK