° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શુભેચ્છાની વર્ષા

18 September, 2022 12:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઈ કાલે બર્થ-ડે નિમિત્તે બૉલીવુડે તેમના પર શુભેચ્છાનો વરસાદ કર્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઈ કાલે બર્થ-ડે નિમિત્તે બૉલીવુડે તેમના પર શુભેચ્છાનો વરસાદ કર્યો હતો. દેશની પ્રગતિ માટે તેમણે કરેલાં કામો અને તેમના વિઝનની સૌકોઈએ પ્રશંસા કરી છે. તેમણે વિશ્વસ્તરે દેશનું નામ ઉજાળ્યું છે. ચાલો જાણી લઈએ કઈ સેલિબ્રિટીએ તેમને શું શુભેચ્છા આપી છે.

તમારું વિઝન, તમારો ઉમળકો અને કામ કરવાની ક્ષમતાની સાથે જ ઘણીબધી વસ્તુઓ છે જે મને ખૂબ પ્રેરિત કરે છે. હૅપી બર્થ-ડે નરેન્દ્ર મોદીજી. તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને વધુ સફળતાદાયી વર્ષ મળે. 
અક્ષયકુમાર

બાળપણમાં રેલવે પ્લૅટફૉર્મ પર ચા વેચવાથી માંડીને આ ધરતી પરના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવાની તમારી જર્ની અદ્ભુત છે. તમારા દીર્ઘાયુની પ્રાર્થના કરીએ છીએ. તમે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ગાંધીની જેમ અમર રહેશો. તમારા વારસાને કોઈ ભૂંસી નહીં શકે. આ જ કારણ છે કે હું તમને અવતાર કહું છું. તમે અમારા નેતા બન્યા એથી અમે નસીબદાર છીએ.
કંગના રનોટ

આખા દેશની તસવીર બદલનાર અદ્ભુત વ્યક્તિને હું બર્થ-ડેની શુભેચ્છા આપું છું. તમારી ગ્રેટ લીડરશિપ માટે આભાર. હૅપી બર્થ-ડે નરેન્દ્ર મોદીજી.
સંજય દત્ત

આપણા દેશ અને દેશના લોકો માટે તમે જે સમર્પણ આપ્યું છે એ અતિશય પ્રશંસનીય છે. તમારાં લક્ષ્યને પૂરાં કરવા માટે તમને સ્ટ્રેંગ્થ મળે અને તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે. એક દિવસની રજા લઈને તમારા બર્થ-ડેને સેલિબ્રેટ કરો સર. હૅપી બર્થ-ડે.
શાહરુખ ખાન

એક એવા વ્યક્તિ કે જેમણે આપણા દેશને વિશ્વસ્તરે ઓળખ અપાવી જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ તેમને જન્મદિનની શુભેચ્છા. અચ્છે દિનનું સૂત્ર આપનારા નરેન્દ્ર મોદીજી તમારા સ્વસ્થ જીવનની કામના કરુ છું.
અનિલ કપૂર

18 September, 2022 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વડોદરા સ્ટેશન નાસભાગ મામલે શાહરુખ ખાનને કોર્ટ તરફથી રાહત, જાણો સમગ્ર મામલો

જિતેન્દ્ર સોલંકીએ વડોદરા કોર્ટ (vadodara Court)માં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શાહરૂખે ફિલ્મના નામ સાથેનું ટી-શર્ટ અને અન્ય પ્રમોશનલ સામગ્રી ભીડ તરફ ફેંકી હતી.

26 September, 2022 05:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મ રિવ્યુ છોડવાની જાહેરાત બાદ KRKનું બીજું ટ્વીટ, કહ્યું `બે જ વિકલ્પ…`

કેઆરકેએ સોમવારે સવારે એક ટ્વીટ કર્યું અને તેના દ્વારા ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું

26 September, 2022 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સર્વ પિતૃ અમાસનું મહત્ત્વ સમજાવ્યું શિલ્પાએ

શ્રાદ્ધમાં ઘરના દરેક પૂર્વજ માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે

26 September, 2022 03:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK