° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


‘શાબાશ મિઠુ’માં તાપસી દરેક સીન પર ચર્ચા કરતી હોવાની ​વાત ફિલ્મના ડિરેક્ટરે કહી

02 July, 2022 02:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે

તાપસી પન્નુ

તાપસી પન્નુ

‘શાબાશ મિઠુ’ના ડિરેક્ટર શ્રીજિત મુખરજીએ તાપસી પન્નુની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તે દરેક સીન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરતી હતી. ૧૫ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્ક‌િપર મિતાલી રાજની કરીઅર અને તેના જીવનમાં આવેલા પડકાર પર પ્રકાશ પાડશે. તેના કામની પ્રશંસા કરતાં શ્રીજિત મુખરજીએ કહ્યું કે ‘તાપસી સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તે મહેનતુ અને ઇન્ટેલિજન્ટ છે. તાપસી કામમાં ઓતપ્રોત થઈ જતી હતી. તે દરેક સીનની ખૂબ ચર્ચા કરતી હતી. તે સીનને સારો દેખાડવા માટે એમાં ઇમ્પ્રોવાઇઝ કરતી અને જરૂર હોય ત્યાં એ સલાહ પણ આપતી હતી. તેની સાથે કામમાં ધમાલ મચી ગઈ હતી. મને લાગે છે કે તે આજની તારીખમાં ખૂબ જોશથી ભરપૂર ઍક્ટ્રેસ છે. તેની સાથે કામ કરવું ગમ્યું હતું. તાપસી કુદરતી રીતે ઍથ્લીટ હોવાથી આ રોલ ભજવવામાં તેને મદદ મળી હતી. તેણે મિતાલીના ઇમોશનલ અને મેન્ટલ હાવભાવને વ્યક્ત કરવા માટે વ્યાપક સ્તરે કામ કર્યું હતું.’

02 July, 2022 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિકી કૌશલે શરૂ કર્યું `સેમ બહાદૂર`નું શૂટ, સાથે દેખાયાં સાન્યા અને ફાતિમા

ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સેમના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોટી અપડેટ સામે આવી છે વિકીએ પોતે ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

08 August, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ભારતના પ્રથમ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટની મુલાકાત લઈને ધન્યતા અનુભવી મોહનલાલે

આઇએસી વિક્રાન્તના નામના આ ઍરક્રાફ્ટના બાંધકામની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એ કેરલાની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું

08 August, 2022 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘કૉફી વિથ કરણ’માં કેમ નથી જતી તાપસી?

તાપસીએ કહ્યું કે ‘મારી સેક્સ-લાઇફ એટલી મજેદાર નથી કે મને ‘કૉફી વિથ કરણ’માં બોલાવવામાં આવે`

08 August, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK