Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇલયારાજાની ‘મ્યુઝિક સ્કૂલ’માં દેખાશે શાન

ઇલયારાજાની ‘મ્યુઝિક સ્કૂલ’માં દેખાશે શાન

13 October, 2021 04:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું આ ફિલ્મમાં ગીત ગાવાની સાથે ઍક્ટિંગ પણ કરી રહ્યો છું. ઍક્ટિંગ મારા માટે ખૂબ જ અલગ અનુભવ રહેશે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હોવાથી મ્યુઝિકલ માએસ્ટ્રો ઇલયારાજાને કારણે સ્ટોરી વધુ ક્રીએટિવ બની જાય છે.

ઇલયારાજાની ‘મ્યુઝિક સ્કૂલ’માં દેખાશે શાન

ઇલયારાજાની ‘મ્યુઝિક સ્કૂલ’માં દેખાશે શાન


ઇલયારાજાની મ્યુઝિકલ ફિલ્મ ‘મ્યુઝિક સ્કૂલ’માં શાન જોવા મળશે. આ ફિલ્મમાં લીડ રોલમાં શર્મન જોષી અને શ્રિયા સરણ જોવા મળશે. પાપા રાવ બિય્યાલાની હિન્દી ડેબ્યુ ફિલ્મમાં સંગીત ઇલયારાજા આપશે. શાન જ્યારે ઇલયારાજાના સ્ટુડિયોમાં કામ કરી રહ્યો હતો ત્યારે ડિરેક્ટર પાપા રાવ બિય્યાલાને તે ગમી ગયો હતો અને તેણે તેને એક પાત્ર ઑફર કરી દીધું હતું. તે શ્રિયા સરણના ભૂતપૂર્વ પ્રેમીના પાત્રમાં જોવા મળશે. તેણે આ ફિલ્મમાં એક ગીત પણ ગાયું છે જેમાં તે પોતે જોવા મળશે. આ વિશે શાને કહ્યું હતું કે ‘આ ફિલ્મનો એક ભાગ બનવાની મને ઘણી ખુશી છે. હું આ ફિલ્મમાં ગીત ગાવાની સાથે ઍક્ટિંગ પણ કરી રહ્યો છું. ઍક્ટિંગ મારા માટે ખૂબ જ અલગ અનુભવ રહેશે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હોવાથી મ્યુઝિકલ માએસ્ટ્રો ઇલયારાજાને કારણે સ્ટોરી વધુ ક્રીએટિવ બની જાય છે. આ મારા માટે ખૂબ જ અદ્ભુત અવસર છે. હું પાપા રાવ સરનો આભારી છું કે તેમણે મને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી.’


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2021 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK