° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

25 January, 2022 08:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

તસવીર સૌજન્ય: સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ/કેટરિના કૈફ

તસવીર સૌજન્ય: સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ/કેટરિના કૈફ

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન ચર્ચામાં હતા અને તેનું કારણ એ હતું કે લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન બાદ હવે કેટરીના કૈફ કામ પર પરત ફરી છે. હાલમાં તે એક બ્રાન્ડ સાથે ફોટોશૂટ કરાવી રહી છે. તે સતત આ શૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

કેટરીના કૈફે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેણે બ્લુ કલરની બિકીની પહેરી છે. ઉપરાંત, તેણે બિકીની ઉપર પારદર્શક શર્ટ પહેર્યું છે. કેટરીનાની આ તસવીરો આવ્યા બાદ જાણે ઈન્ટરનેટ પર ભૂકંપ આવી ગયો છે. આ તસવીરો પર લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરો શૅર કરતી વખતે કૅટે કૅપ્શન લખ્યું છે `સિઝનનો દિવસ`.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના કૈફની આ તસવીરોને 1 લાખ 38 હજારથી વધુ લાઈક્સ મળી છે અને તેના ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક પ્રશંસકે લખ્યું કે “ઓફ્ફ પાયમાલ” જ્યારે અન્ય એક ફેને લખ્યું કે “માય ગોડ ટુ હોટ ઇન વિન્ટર”.

આ ઉપરાંત અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanghamitra Mridha (@sanghamitra__4)

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કેટરીના કૈફ વિકી કૌશલને મળવા ઈન્દોર ગઈ હતી. વિકીનું શૂટિંગ ઈન્દોરમાં ચાલી રહ્યું છે. બંને કપલે પોતાની પહેલી લોહરી ઈન્દોરમાં જ સેલિબ્રેટ કરી હતી. જાણી લો કે કેટ અને વિકીએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પસંદગીના લોકોએ જ હાજરી આપી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ટાઇગર 3માં જોવા મળશે.

25 January, 2022 08:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

બે કલાક અને ૫૩ મિનિટ

આટલી લાંબી છે કમલ હાસનની નવી ફિલ્મ ‘વિક્રમ’

24 May, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્પોર્ટ્‍સ અને સિનેમા લોકોને એક કરી શકે છે : આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સ્પોર્ટ્‍સ અને સિનેમામાં એટલી તાકાત છે કે તેઓ ઇન્ડિયાને એક કરી શકે છે.

24 May, 2022 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘અર્ધ’ના શૂટિંગ દરમ્યાન રાજપાલ યાદવને ખરેખર ટ્રાન્સજેન્ડર માની લીધો હતો લોકોએ

રાજપાલ યાદવે ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણી પબ્લિક પ્લેસમાં કરવામાં આવ્યું હતું.

24 May, 2022 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK