Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આઠ વર્ષની દીકરી વંશિકા સાથે ઘરમાં રિકવર થઈ રહ્યા છે સતીશ કૌશિક

આઠ વર્ષની દીકરી વંશિકા સાથે ઘરમાં રિકવર થઈ રહ્યા છે સતીશ કૌશિક

01 April, 2021 03:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૪ વર્ષના સતીશ કૌશિકે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. દીકરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સતીશ કૌશિકે કૅપ્શન આપી હતી કે ‘પિતા-પુત્રી આશા રાખી રહ્યાં છે કે વિશ્વ કોરોનામુક્ત બની જાય.

સતીશ કૌશિક

સતીશ કૌશિક


સતીશ કૌશિક અને તેમની ૮ વર્ષની દીકરી વંશિકા કોરોનામાંથી રિકવર થઈ રહ્યાં છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી તેમણે સોશ્યલ મીડિયામાં આપી હતી. તેઓ સેલ્ફ-ક્વૉરન્ટીન હતા. જોકે બાદમાં તેઓ ટ્રીટમેન્ટ માટે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ૬૪ વર્ષના સતીશ કૌશિકે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. દીકરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સતીશ કૌશિકે કૅપ્શન આપી હતી કે ‘પિતા-પુત્રી આશા રાખી રહ્યાં છે કે વિશ્વ કોરોનામુક્ત બની જાય. થૅન્ક્સ કહેવું એ નાનકડો શબ્દ છે, પરંતુ એમાં અપાર આભારની લાગણી અને ઇમોશન્સ હોય છે અને તમારા કપરા સમયમાં તમારી પડખે ઊભેલા તમારા વહાલા મિત્રોનો જ્યારે આભાર માનો છો તો એમાં ભરપૂર સંવેદના સમાયેલી હોય છે. મિત્રો અને હિતેચ્છુઓને જણાવવા માગું છું કે હું ઘરે રિકવર કરી રહ્યો છું અને વંશિકા પણ ભગવાનની કૃપા અને તમારા સૌની પ્રાર્થનાથી સ્વસ્થ થઈ રહી છે. થૅન્ક્સ.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2021 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK