સારા અલી ખાન હાલમાં કાશ્મીર ટ્રેક કરી રહી છે અને તે એની સાથે કામ અને લાઇફને બૅલૅન્સ કરવાની કોશિશ કરી રહી છે.
સારા અલી ખાન
સારા અલી ખાન હાલમાં કાશ્મીર ટ્રેક કરી રહી છે અને તે એની સાથે કામ અને લાઇફને બૅલૅન્સ કરવાની કોશિશ કરી રહી છે. તે એક પછી એક ફિલ્મોમાં કામ કરી રહી છે. આ કામમાંથી સમય કાઢીને તે કાશ્મીરમાં ટ્રેકિંગ કરી રહી છે. તેણે વિકી કૌશલ સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને વિક્રાન્ત મેસી સાથેની ‘ગૅસલાઇટ’ કરી રહી છે. તે કાશ્મીરના પહલગામમાં છે. ટ્રેકિંગના ફોટોમાં તે મરૂન સ્પોર્ટવેઅરમાં
જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘કશ્મીર કી કલી. ઇઝ બૅક ટુ યોર ગલી. નાઓ, ટ્રેકિંગ પર મૈં ચલી.’