Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજુબાબા બન્યો અરુણાચલ પ્રદેશનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

સંજુબાબા બન્યો અરુણાચલ પ્રદેશનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

01 December, 2021 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલ મિત્રા દ્વારા એક ઍડનું શૂટ કરવામાં આવ્યું હતું જેમાં અરુણાચલ પ્રદેશને દેખાડવામાં આવ્યું છે.

સંજય દત્ત

સંજય દત્ત


સંજય દત્તને અરુણાચલ પ્રદેશનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશનું નામકરણ કર્યાને પચાસ વર્ષ થયાં છે અને એ માટેનું ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશન દરમ્યાન સંજય દત્ત અને ફિલ્મમેકર રાહુલ મિત્રાને અનુક્રમે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને બ્રૅન્ડ-ઍડ્વાઇઝર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચીફ મિનિસ્ટર પેમા ખાન્ડુને મળવા માટે સંજય અને રાહુલ મિત્રાએ મુંબઈથી દિબ્રૂગઢની ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી અને ત્યાંથી તેઓ હેલિકૉપ્ટરથી મેચુકા પહોંચ્યા હતા. રાહુલ મિત્રા દ્વારા એક ઍડનું શૂટ કરવામાં આવ્યું હતું જેમાં અરુણાચલ પ્રદેશને દેખાડવામાં આવ્યું છે. આ ઍડને ઝીરો વિલેજ, પાકી વેલે, ડમ્બુક, નામસાઈ, પરશુરામ કુંડ, પાસિઘાટ, મેચુકા અને તવાંગમાં શૂટ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK