Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જાણો કઇ તારીખે રિલીઝ થશે

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જાણો કઇ તારીખે રિલીઝ થશે

28 January, 2022 04:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અગાઉ નવેમ્બરમાં, ફિલ્મની રિલીઝ ડેટ 18 ફેબ્રુઆરી, 2022 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ફિલ્મ 18 નહીં પણ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આખરે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) ફિલ્મની રિલીઝ ડેટ મળી ગઈ છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ હવે 25 ફેબ્રુઆરી, 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની હતી, પરંતુ COVID-19 રોગચાળાને ફિલ્મ રિલીઝ ન થઇ શકી.  આ ફિલ્મમાં આલિયા ભટ્ટે ગંગુબાઈ તરીકે અભિનય કર્યો છે જે 1960ના દાયકા દરમિયાન મુંબઈના રેડ-લાઇટ વિસ્તાર કમાઠીપુરાની સૌથી શક્તિશાળી મહિલાઓમાંની એક હતી. અગાઉ નવેમ્બરમાં, ફિલ્મની રિલીઝ ડેટ 18 ફેબ્રુઆરી, 2022 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ફિલ્મ 18 નહીં પણ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.

આ ફિલ્મ રિલીઝની માહિતી આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે, પરંતુ આ પોસ્ટમાં સૌથી રસપ્રદ છે તેનું કેપ્શન. જેમાં તે રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મ `સાવરિયા`ના ગીત `ચાંદ નજર આયા’ને યાદ કરી રહી છે.  ચંદ્રના પ્રકાશમાં ઉભેલી પોતાની કેટલીક તસવીરો શેર કરતા આલિયાએ લખ્યું, ‘દેખો ચાંદ આયા, ચાંદ નઝર આયા’. ગંગુ ભી આ રહી હૈ, 25 ફેબ્રુઆરી કો...



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)


ગંગુબાઈ કાઠિયાવાડી સિવાય આલિયા ફિલ્મ `RRR`માં જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરીમાં જ રીલિઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્મ `બ્રહ્માસ્ત્ર`માં જોવા મળવાની છે. આ ઉપરાંત આલિયા રણવીર સિંહ સાથેની `રોકી ઔર રાની કી પ્રેમ કહાની`નો પણ ભાગ હશે જેનું તાજેતરમાં દિલ્હીમાં શૂટિંગ થયું હતું


 

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK