Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાઇફમાં તમે જીતશો નહીં ત્યાં સુધી તમારી સ્ટોરીમાં કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવે : સંજય દત્ત

લાઇફમાં તમે જીતશો નહીં ત્યાં સુધી તમારી સ્ટોરીમાં કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવે : સંજય દત્ત

13 May, 2022 01:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય દત્તે કૅન્સરને મહાત આપીને ફરીથી ફિલ્મોમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું છે

સંજય દત્ત

સંજય દત્ત


સંજય દત્તે લોકોને જીવનનો એક ખાસ મંત્ર આપતાં જણાવ્યું છે કે તમે જ્યાં સુધી જીતશો નહીં ત્યાં સુધી તમારી સ્ટોરીમાં કોઈ રસ નહીં લે. કન્નડ સ્ટાર યશ સાથેની તેની ‘KGF : ચૅપ્ટર 2’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. સંજય દત્તે કૅન્સરને મહાત આપીને ફરીથી ફિલ્મોમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘શમશેરા’, ‘ઘુડચઢી’ અને ‘પૃથ્વીરાજ’માં દેખાવાનો છે. તેણે હાલમાં જ વર્કઆઉટ કરતો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તે ભારે ચેઇન્સને ખેંચી રહ્યો છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી, ‘તમે જ્યાં સુધી જીતશો નહીં ત્યાં સુધી લોકોને તમારી સ્ટોરી જાણવામાં કોઈ રસ નહીં હોય. એથી જીતતા રહો.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK