° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


૨૫ હજાર મજૂરોને ૧૫૦૦ રૂપિયા આપશે સલમાન

08 May, 2021 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે જ ૩૫ હજાર વરિષ્ઠ નાગરિક કાર્યકર્તાઓનું એક લિસ્ટ યશરાજ ફિલ્મ્સને પણ મોકલ્યું છે. તેઓ પણ મદદ માટે રાજી છે. યશરાજ ફિલ્મ્સે પાંચ હજાર રૂપિયા અને મહિનાનું રૅશન આપવા માટે હામી ભરી છે

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને કોરોનાથી પીડિત ઇન્ડસ્ટ્રીના ૨૫ હજાર મજૂરોને દોઢ હજાર રૂપિયા આપવાનો ફેંસલો લીધો છે. કોરોનાની બીજી લહેરે લોકોને આર્થિક રૂપે ભાંગી પાડ્યા છે. લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ છે. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હજારો મજૂરો આજે બેરોજગાર બન્યા છે. આવા જ જરૂરતમંદ લોકોની મદદ કરવા માટે સલમાને ફરી એક વખત હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લૉઈઝના પ્રેસિડન્ટ બી. એન. તિવારીએ કહ્યું હતું કે ‘મેં સલમાનને આવા લોકોનું લિસ્ટ મોકલ્યું છે અને તેઓ તેમની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે વચન આપ્યું છે કે તેઓ આ વર્કર્સની મદદ કરશે. સાથે જ ૩૫ હજાર વરિષ્ઠ નાગરિક કાર્યકર્તાઓનું એક લિસ્ટ યશરાજ ફિલ્મ્સને પણ મોકલ્યું છે. તેઓ પણ મદદ માટે રાજી છે. યશરાજ ફિલ્મ્સે પાંચ હજાર રૂપિયા અને મહિનાનું રૅશન આપવા માટે હામી ભરી છે.’

08 May, 2021 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆ

કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે જેથી તે હવે સલમાન ખાન કે તેના પરિવાર અંગે ટિપ્પણીઓ નહીં કરી શકે

25 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાતોરાત ફિલ્મમાંથી કાઢી નાખતાં ડિપ્રેશનનો શિકાર બની હતી કીર્તિ

કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી.

25 June, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પીછો કરનાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો નિકિતા રાવલે

નિકિતા રાવલે તેનો પીછો કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો છે. તે સતત તેનો પીછો કરતો હતો. સાથે જ દરેક ઇવેન્ટમાં પણ તેની આગળ-પાછળ ફરતો હતો

25 June, 2021 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK