હાલમાં આ ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે, પણ એની રિલીઝ-ડેટ જાહેર કરવામાં નથી આવી.
સલમાન અને ચિત્રાંગદા બન્ને સેનાની વર્દીમાં જોવા મળી રહ્યાં છે
સલમાન ખાનની ‘બૅટલ ઑફ ગલવાન’નું લદ્દાખમાં શૂટિંગ-શેડ્યુલ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન ભારતીય સેનાના અધિકારી તરીકે જોવા મળશે અને તેની સાથે લીડ રોલમાં ચિત્રાંગદા સિંહ જોવા મળશે. હાલમાં આ ફિલ્મના સેટ પરની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે જેમાં સલમાન અને ચિત્રાંગદા બન્ને સેનાની વર્દીમાં જોવા મળી રહ્યાં છે. હાલમાં આ ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે, પણ એની રિલીઝ-ડેટ જાહેર કરવામાં નથી આવી.


