મરાઠી ફિલ્મ ‘વેદ’માં સલમાન ખાન નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ દ્વારા રિતેશ દેશમુખ ડિરેક્શનમાં ઝંપલાવી રહ્યો છે.

પર્યાવરણપ્રેમી સલમાન
પાર્ટી તો બનતી હૈ
સલમાન ખાન, ચિરંજીવી અને વેન્કટેશે સાથે મળીને એક ગેટ-ટુગેધર કર્યું હતું. એનો ફોટો તેમના ફ્રેન્ડ જે. સી. પવન રેડ્ડીએ શૅર કર્યો હતો. બન્નેએ આ પાર્ટીને ખૂબ એન્જૉય કરી હતી. આ ચારેય ખાસ ફ્રેન્ડ છે. ચિરંજીવીની આગામી ફિલ્મ ‘ગૉડ ફાધર’માં સલમાન નાનકડી ભૂમિકામાં દેખાવાનો છે. તો સલમાનની આવનારી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં વેન્કટેશે અગત્યના રોલમાં દેખાશે. આવી રીતે તેમનું બૉન્ડિંગ ખૂબ ગાઢ છે. તેમની આ પાર્ટીનો ફોટો જોઈને સલમાનનું જ એક ગીત ‘પાર્ટી તો બનતી હૈ’ ગુંજી રહ્યું છે.
પર્યાવરણપ્રેમી સલમાન
રાજ્યસભા સંસદસભ્ય અને ગ્રીન ઇન્ડિયાના સંસ્થાપક જે. સંતોષ કુમાર સાથે મળીને સલમાન ખાને હૈદરાબાદમાં છોડનું વાવેતર કર્યું હતું. સાથે જ લોકોને પણ પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપ્યો હતો. તેમ જ છોડની કાળજી લેવાની પણ સૌને સલાહ આપી છે. સલમાને જણાવ્યું હતું કે ઝાડનું નિકંદન નીકળી જવાને કારણે જ કુદરતી આફત, મુશળધાર વરસાદ અને પૂર જેવી સ્થિતિ નિર્માણ થાય છે. વધારે પ્રમાણમાં છોડનું વાવેતર કરવાને કારણે ધરતીની રક્ષા કરી શકાય છે અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરી શકાય છે. સલમાને જે. સંતોષ કુમારની આ પહેલની પણ પ્રશંસા કરી હતી. સાથે જ ગ્રીન ઇન્ડિયામાં લોકોને જોડાવાની પણ તેણે અપીલ કરી છે.
મરાઠી ફિલ્મ ‘વેદ’માં દેખાશે સલમાન ખાન?
મરાઠી ફિલ્મ ‘વેદ’માં સલમાન ખાન નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ દ્વારા રિતેશ દેશમુખ ડિરેક્શનમાં ઝંપલાવી રહ્યો છે. સલમાન અને રિતેશ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ઇન્ડસ્ટ્રીમાં આમ પણ સલમાન તેની ફ્રેન્ડશિપને નિભાવવાને લઈને ખૂબ જાણીતો છે. એથી રિતેશના ડિરેક્શનમાં બની રહેલી તેની પહેલી ફિલ્મને તે નકાર આપે એવું નથી લાગી રહ્યું. બન્ને વચ્ચે આ ફિલ્મને લઈને ચર્ચા પણ થઈ છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મના એક ગીતમાં સલમાન દેખાશે. હાલમાં તો સલમાન તેની ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ હૈદરાબાદમાં કરી રહ્યો છે. એથી ટૂંક સમયમાં તે મરાઠી ફિલ્મ ‘વેદ’ માટે મુંબઈ આવવાનો છે. એવું પણ જાણવા મળ્યું છે કે ફિલ્મમાં જેનિલિયા દેશમુખ પણ કામ કરવાની છે.