Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે સલમાન અને કેટરિના હવે ઓસ્ટ્રિયાની સફરે

‘ટાઇગર 3’ના શૂટિંગ માટે સલમાન અને કેટરિના હવે ઓસ્ટ્રિયાની સફરે

14 September, 2021 08:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સલમાન ખાન અને કેટરીના કૈફ ગઈકાલે તેમના આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ મુજબ હવે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા

સલમાન ખાન અને કેટરીના કૈફ. ફોટો સૌજન્ય/પીઆર

સલમાન ખાન અને કેટરીના કૈફ. ફોટો સૌજન્ય/પીઆર


સલમાન ખાન અને કેટરીના કૈફ રશિયા અને તુર્કીમાં ટાઇગર 3ના શૂટિંગ બાદ ગઈકાલે તેમના આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ મુજબ હવે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા જ્યાં તેઓએ 10 દિવસનું શૂટિંગ શેડ્યૂલ શરૂ કર્યું હતું.

સેટમાંથી એક સૂત્રએ કહ્યું છે કે “ટીમ હાલમાં સાલ્ઝબર્ગમાં છે જ્યાંથી અમે વિયેના જઈશું. આ ફિલ્મ માટે છેલ્લું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ હોવાની અપેક્ષા છે, જ્યાં ગીતો તેમ જ એક્શન સિક્વન્સનું શૂટિંગ કરવામાં આવશે. સલમાન અને કેટરિના 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પરત ફરશે અને મનીષ શર્માના નિર્દેશનમાં શહેરમાં બાકીના ભાગોનું શૂટિંગ શરૂ કરશે.



સલમાન અને કેટરિનાએ કેપ્પાડોસિયામાં મુખ્ય નૃત્યસીન સાથે તુર્કીનું શેડ્યૂલ સમાપ્ત કર્યું હતું.  દરમિયાન સલમાનનો `મુઝસે શાદી કરોગી` ના હિટ ગીત `જીને કે હૈ ચાર દિન` પર નાચતો વીડિયો વાયરલ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 08:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK