સલ્લુમિયાં, યે ક્યા? પઠાણી પે બ્લેઝર
તેનું સ્ટાઇલિંગ બહેન અલ્વિરા અને ડિઝાઇનર ઍશ્લી રિબેલો કરે છે. આ વખતે તે પઠાણી સૂટ પર બ્લેઝર પહેરેલો જોવા મળશે. લાગે છે કે સલ્લુ પોતાનું આગવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ક્રીએટ કરી રહ્યો છે. ‘બિગ બૉસ’ના ઓપનિંગ એપિસોડમાં તે કોટ પર વિન્ટેજ લુકિંગ પિન બ્રૉચ ભરાવીને આવ્યો હતો. હજી આ સીઝનમાં તે કેવા-કેવા અખતરા કરશે એ જોવાનું રહ્યું.