Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાઇરસી અટકાવવાની અપીલ કરી સલમાને

પાઇરસી અટકાવવાની અપીલ કરી સલમાને

14 May, 2021 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારા સૌની પાસે એક વચન માગું છું કે તમે આ ફિલ્મને યોગ્ય પ્લૅટફૉર્મ પર એન્જૉય કરો. તો આ વખતની ઈદ દરમ્યાન દર્શકો આપશે વચન નો પાઇરસી ઇન એન્ટરટેઇનમેન્ટ.’

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાને તેની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ની રિલીઝ અગાઉ લોકોને પાઇરસી અટકાવવાનો સંદેશ આપ્યો હતો. તેની આ ફિલ્મ ‘પે-પર-વ્યુ’ પ્રમાણે ગઈ કાલે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ કેટલાંક થિયેટર્સની સાથે જ ઑનલાઇન પણ રિલીઝ કરવામાં આવી છે. હંમેશની જેમ સલમાને તેના કમિટમેન્ટ મુજબ આ ફિલ્મને પણ ઈદ દરમ્યાન રિલીઝ કરી છે. પાઇરસી અટકાવવાનો સંદેશ આપતો એક વિડિયો સલમાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વિડિયોમાં સલમાન હિન્દીમાં કહી રહ્યો છે કે ‘એક ફિલ્મ બનાવવામાં કેટલાક લોકો અથાક મહેનત કરે છે. 
કેટલાક એવા લોકો પણ છે જે પાઇરસી કરીને ફિલ્મ જુએ છે. તમારા સૌની પાસે એક વચન માગું છું કે તમે આ ફિલ્મને યોગ્ય પ્લૅટફૉર્મ પર એન્જૉય કરો. તો આ વખતની ઈદ દરમ્યાન દર્શકો આપશે વચન નો પાઇરસી ઇન એન્ટરટેઇનમેન્ટ.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2021 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK