° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


કભી ઈદ કભી દિવાલીમાં સલમાન સાથે કામ કરવા તલપાપડ છે પૂજા હેગડે

12 February, 2020 12:46 PM IST | Mumbai

કભી ઈદ કભી દિવાલીમાં સલમાન સાથે કામ કરવા તલપાપડ છે પૂજા હેગડે

સલમાન ખાન અને પૂજા હેગડે

સલમાન ખાન અને પૂજા હેગડે

સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’માં તેની સાથે પૂજા હેગડે જોવા મળશે. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં સલમાન સાથે કામ કરવા માટે પૂજા ખૂબ જ આતૂર છે. હૃતિક રોશનની ‘મોહેંજો દારો’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર પૂજાએ અક્ષયકુમાર સાથે ‘હાઉસફુલ ૪’માં કામ કર્યું હતું અને હવે તે સલમાન સાથે જોવા મળશે. આ વિશે પૂજાએ ટ્વીટ કર્યું હતું કે ‘૨૦૨૦ની શરૂઆત ખૂબ જ મોટી રીતે થઈ રહી છે. તમારા બધા સાથે આ સમાચારા શૅર કરવા માટે ખૂબ જ રાહ જોઈ રહી હતી. સલમાન ખાન સાથે કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું. ફરહાદ-શામજી અને સાજિદ નડિયાદવાલા સાથે ‘કભી ઈદ કભી દિવાલી’માં કામ કરવા માટે ઉત્સાહી છું.’

આ પણ વાંચો : લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શૅર કર્યો બિગ બીએ

આ ફિલ્મમાં સલમાનની પ્રેમિકાના પાત્રમાં પૂજા જોવા મળશે. ૨૦૨૧ની ઈદ પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે સાજિદ નડિયાદવાલાનું કહેવું છે કે ‘અમે પૂજા સાથે ‘હાઉસફુલ ૪’માં કામ કર્યું હતું અને એથી જ આ ફિલ્મ માટે તે અમને એકદમ પર્ફેક્ટ લાગી હતી. તેની સ્ક્રીન પ્રેઝન્સ ખૂબ જ સારી છે અને સલમાન સાથે તેની જોડી સારી રહેશે. તેમની જોડી સ્ક્રીન પર એક ફ્રેશનેસ લાવશે. ‘જુડવા’ સલમાનની અને બૉલીવુડની ઈદ પરની પહેલી રિલીઝ હતી. મારી ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘કિક’ પણ ઈદ પર રિલીઝ થઈ હતી. આથી આ ફિલ્મ અમારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે.’

12 February, 2020 12:46 PM IST | Mumbai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અક્ષય કુમારને ધ અંડરટેકરે આપ્યો રિયલ ફાઇટ માટે ચેલેન્જ,જાણો ખેલાડીનો રસપ્રદ જવાબ

અંડરટેકરના (Undertaker) ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અક્ષય કુમારે (Akshay Kumar) રસપ્રદ કોમેન્ટ કરી છે. WWEએ કોમેન્ટનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

19 June, 2021 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હેલ્થ ચેકઅપ માટે અમેરિકા રવાના થયા રજનીકાન્ત, થશે અનેક મેડિકલ ટેસ્ટ

રજનીકાન્ત પોતાના હેલ્થ ચેકઅપ માટે અમેરિકા ગયા છે અને અમુક અઠવાડિયા ત્યાં જ રહેશે. રજનીકાન્ત ચેન્નઇ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રજનીકાન્ત અને તેમની પત્ની લતાની તસવીરો અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.

19 June, 2021 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફરહાન અખ્તરે મિલ્ખા સિંહના નિધન પર લખી ભાવુક પોસ્ટ, કહ્યું આ...

મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

19 June, 2021 01:54 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK