° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


હૃતિકને કારણે સબાની કરીઅરને મળ્યો ધક્કો?

13 May, 2022 01:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે ૨૦૦૮માં ‘દિલ કબડ્ડી’ દ્વારા ડેબ્યુ કર્યો હતો

સબા આઝાદ

સબા આઝાદ

હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદની ‘​મિનિમમ’નું શૂટિંગ આગામી મહિને શરૂ કરવામાં આવશે. હૃતિક સાથેના રિલેશન બાદ સબા સતત ન્યુઝમાં રહે છે. તેણે ૨૦૦૮માં ‘દિલ કબડ્ડી’ દ્વારા ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ તેણે ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’ અને ‘ફીલ લાઇક ઇશ્ક’માં કામ કર્યું હતું. જોકે તેને વધુ ઓળખ વેબ-સિરીઝ ‘રૉકેટ બૉય્ઝ’ દ્વારા મળી હતી. આ ઓળખ મળવાનું કારણ પણ હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર આ શોની કરેલી તારીફ હોઈ શકે છે. બૉલીવુડમાં કામ ટૅલન્ટના આધારે મળે છે એ વાત નક્કી છે, પરંતુ સેલબ્રિટીઝને કારણે લોકો વધુ નોટિસ કરે છે એ પણ માનવું રહ્યું. આથી હૃતિક સાથેના રિલેશનને લઈને સબાની કરીઅરને પણ ધક્કો મળ્યો હોય તો નવાઈ નહીં. સબાની ‘મિનિમમ’માં તેની સાથે ગીતાંજલિ કુલકર્ણી, નમિત દાસ અને રુમાના મોલા પણ જોવા મળશે. આ ઇન્ટરનૅશનલ ડ્રામા દ્વારા રુમાના તેનો ડિરેક્ટોરિયલ ડેબ્યુ પણ કરી રહી છે.  

13 May, 2022 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કૅટરિના કૈફ એકદમ પ્રોફેશનલ છે : વિજય સેતુપતિ

‘મેરી ક્રિસમસ’ માટે શ્રીરામે અદ્ભુત ટીમ રાખી છે. એનું ફાઇનલ આઉટપુટ કેવું આવે છે એ જાણવા હું આતુર છું. દર્શકોને આ કૉમ્બિનેશન ગમશે.’

27 May, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીઅરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યા હતા તાપસીએ

તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તને શું કામ એમ લાગે છે કે મહિલાઓની સિદ્ધિઓ પર ક્યારેક જ ધ્યાન આપવામાં આવે છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘પૅન-ઇન્ડિયા કલાકારોના કન્સેપ્ટ વિશે ત્યારે જાગૃત થયા જ્યારે હીરોએ આ ભાષાના બંધનને તોડ્યું હતું.

27 May, 2022 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નુસરતને પગમાં શું થયું?

આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર કમેન્ટ કરી રહ્યા છે કે તે હાઈ હીલ્સ પહેરે છે અને એથી આવી તકલીફ ઊભી થઈ છે. જોકે તેની ઈજાનું ખરું કારણ નથી જાણવા મળ્યું.

27 May, 2022 04:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK