Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાના ડિવૉર્સની અફવા

પ્રિયંકાના ડિવૉર્સની અફવા

24 November, 2021 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પરથી તેના નામની પાછળથી ચોપડા અને જોનસ સરનેમ કાઢી નાખી છે. આ સરનેમ કાઢી નાખવાથી તેમના લગ્નજીવનમાં પ્રૉબ્લેમ ચાલી રહ્યા હોવાની ચર્ચા છે.

જોઈ લો મેટ્રિક્સની પ્રિયંકાને

જોઈ લો મેટ્રિક્સની પ્રિયંકાને


પ્રિયંકા ચોપડા જોનસ અને તેના પતિ નિક જોનસ વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે અને તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. પ્રિયંકાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પરથી તેના નામની પાછળથી ચોપડા અને જોનસ સરનેમ કાઢી નાખી છે. આ સરનેમ કાઢી નાખવાથી તેમના લગ્નજીવનમાં પ્રૉબ્લેમ ચાલી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે પ્રિયંકાએ વર્ષોથી તેના ટ્વિટર-હૅન્ડલ પર પ્રિયંકા નામ જ રાખ્યું છે. પ્રિયંકાના પતિ નિકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કસરત કરતો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે બાયશેપની કસરત કરી રહ્યો છે. આ વિડિયો પર હાલમાં પ્રિયંકાએ કમેન્ટ કરી છે, ‘Damn! I just died in your arms.’ પ્રિયંકાની આ કમેન્ટને લઈને તેના ડિવૉર્સની વાત પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

જોઈ લો મેટ્રિક્સની પ્રિયંકાને



પ્રિયંકા ચોપડા જોનસનું ‘ધ મેટ્રિક્સ રીસરેક્શન્સ’નું પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું મેઇન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું એમાં પ્રિયંકા નહોતી એથી દર્શકો દ્વારા એ વિ​શે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જોકે મેકર્સ દ્વારા હાલમાં જ પ્રિયંકાના પાત્રનું લુક પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘...અને તે અહીં આવી ગઈ છે. તેની પણ ‘મેટ્રિક્સ’માં એન્ટ્રી થઈ રહી છે. ૨૨.૧૨.૨૧.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK