Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉનની ફિલ્મ પર ‘RRR’નો ‘અટૅક’

જૉનની ફિલ્મ પર ‘RRR’નો ‘અટૅક’

05 April, 2022 12:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓપનિંગ વીક-એન્ડમાં ફક્ત ૧૧.૫૧ કરોડનો બિઝનેસ, જ્યારે એસ. એસ. રાજામૌલીની ફિલ્મે સેકન્ડ વીક-એન્ડમાં કર્યો બાવન કરોડનો વકરો

જૉન એબ્રાહમની ‘અટૅક : પાર્ટ 1’ બૉક્સ-ઑફિસ પર લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી

જૉન એબ્રાહમની ‘અટૅક : પાર્ટ 1’ બૉક્સ-ઑફિસ પર લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી


જૉન એબ્રાહમની ‘અટૅક : પાર્ટ 1’ બૉક્સ-ઑફિસ પર લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મ પર ‘RRR’નો અટૅક ભારી પડ્યો છે. જૉનની ફિલ્મની સ્ટોરી એક સુપર સોલ્જરની છે. લક્ષ્ય રાજ આનંદના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ, પ્રકાશ રાજ અને રત્ના પાઠક શાહ પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ પહેલી એપ્રિલે રિલીઝ થઈ છે. શુક્રવારે રિલીઝ થયેલી ‘અટૅક : પાર્ટ 1’એ પહેલા દિવસે ૩.૫૧ કરોડ, શનિવારે ૩.૭૫ કરોડ અને રવિવારે ૪.૨૫ કરોડની સાથે ટોટલ ૧૧.૫૧ કરોડનો બિઝનેસ કર્યો છે. આવનારા દિવસોમાં જો કલેક્શન વધે તો ફિલ્મની નૈયા કદાચ પાર પડી શકે છે. જોકે ‘RRR’ની સામે એ મુશ્કેલ છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૧૩૨.૫૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા વીક-એન્ડમાં આ ફિલ્મે ટોટલ બાવન કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે ‘અટૅક : પાર્ટ 1’ કરતાં પાંચગણો છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2022 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK