બન્નેની જોડી ‘મેડ ફૉર ઇચઅધર’ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદે કૅપ્શન આપી હતી, ‘મને એ વાતની ખુશી છે કે આ જોવા માટે હું જીવિત છું.’

રોમૅન્સ ઇન સ્વિટ્ઝરલૅન્ડ
શાહિદ કપૂર તેની વાઇફ મીરા રાજપૂત અને બાળકો મીશા અને ઝૈન સાથે સ્વિટ્ઝરલૅન્ડની સફર માણી રહ્યાે છે. આ ફૅમિલી વેકેશનના ફોટો બન્ને સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. મીરા સાથેનો ફોટો શાહિદે શૅર કર્યો છે, જેમાં મીરાએ શાહિદના ખભા પર માથું ઢાળ્યું છે. એની પાછળ ડુંગર દેખાઈ રહ્યો છે. તેમનો ફોટો જોઈને તેમના ફૅન્સ પણ તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. બન્નેની જોડી ‘મેડ ફૉર ઇચઅધર’ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદે કૅપ્શન આપી હતી, ‘મને એ વાતની ખુશી છે કે આ જોવા માટે હું જીવિત છું.’