રિતેશ દેશમુખ હાલમાં પોતાના પરિવાર સાથે મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહ્યો છે. રિતેશે આ રજાઓની મસ્તીભરી પળોની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં છે.
રિતેશ દેશમુખનું મૉલદીવ્ઝમાં ફૅમિલી-વેકેશન
રિતેશ દેશમુખ હાલમાં પોતાના પરિવાર સાથે મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહ્યો છે. રિતેશે આ રજાઓની મસ્તીભરી પળોની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં છે. આ તસવીરમાં રિતેશ અને જેનિલિયા દેશમુખ પોતાના બન્ને દીકરાઓ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. આ તસવીરો સાથે રિતેશે લખ્યું, ‘જીવનની સૌથી સુંદર ભેટો કોઈ બૉક્સમાં પૅક થઈને આવતી નથી. એ દિલમાંથી મળે છે, સમય આપવાથી મળે છે અને સાથે વિતાવેલી યાદગાર પળોમાં મળે છે.’
