° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


શાકાહારી બનવાનો નિર્ણય લીધો રવિ ભાટિયાએ

27 July, 2021 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તે ‘ધ કન્વર્ઝેશન’ ફિલ્મમાં અને ‘હલાલા’, ‘ચાર કા પંચનામા’ અને ‘હસ્તિનાપુર’ જેવી વેબ-સિરીઝમાં પણ જોવા મળશે

રવિ ભાટીયા

રવિ ભાટીયા

રવિ ભાટિયાએ હવે જીવનમાં શાકાહારી બનવાનો ફેંસલો કરી લીધો છે. તે ‘ધ કન્વર્ઝેશન’ ફિલ્મમાં અને ‘હલાલા’, ‘ચાર કા પંચનામા’ અને ‘હસ્તિનાપુર’ જેવી વેબ-સિરીઝમાં પણ જોવા મળશે. શાકાહારી બનવાનો નિર્ણય જણાવતાં રવિ ભાટિયાએ કહ્યું હતું કે ‘મેં માંસાહારી ખોરાક જેવાં કે પશુઓ, કમ્પેનિયન ઍનિમલ્સ, મરીન અથવા વાઇલ્ડ-લાઇફ ઍનિમલ્સ ખાવાનું છોડવાનો ફેંસલો કરી લીધો છે અને હવે શાકાહારી ડાયટ અપનાવવાનો નિર્ણય લીધો છે. પ્લાન્ટ બેઝ્‍ડ ડાયટ અપનાવવી ખૂબ જરૂરી છે. દરેકે એ અપનાવીને વિશ્વને રહેવા માટે એક સારું સ્થાન બનાવવું જરૂરી છે. પૃથ્વી પરનાં પ્રાણીઓની કાળજી લેવાની મને પણ જાણ છે. પશુઓ કંઈ આપણા ખોરાક, કપડાં, મનોરંજન, પ્રયોગ કે અન્ય કોઈ કારણ માટે નથી. પ્લાન્ટ બેઝ્‍ડ ડાયટ અપનાવીને, આપણો સમાજ નાહક આવી પીડા આપતાં અટકાવી શકે છે અને અસંખ્ય નિર્દોષ પ્રાણીઓનાં મોત થાય છે. એને કારણે ધરતી, હવા અને પાણી, ધરતીનું ધોવાણ, ઊર્જાનો દુરુપયોગ અને જંગલોનું નિકંદન જેવી કદી ભરપાઈ ન થઈ શકે એવી ખામી થાય છે. માંસાહારનો વધુ પડતો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થતાં આવનારી પેઢીને એની કિંમત ચૂકવવી પડશે.’

શાકાહારી બનવા વિશે રવિએ કહ્યું હતું કે ‘શાકાહારી બનવું એવું નથી કે એ અઘરું છે, પરંતુ એને કારણે તમારી લાઇફ-સ્ટાઇલ અથવા તો ટેવ બદલાઈ જશે. એને માટે તમારે પ્રોત્સાહનની જરૂર પડશે. તમારે પહેલાં એ વિચારવાની જરૂર હશે કે તમારે શાકાહારી શું કામ બનવું છે અને એના પર વિશ્વાસ રાખવો જોઈએ. બાકીનું તો સરળ છે.’

 

27 July, 2021 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પચીસ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું ઍક્સિડન્ટમાં થયું મૃત્યુ

આ અકસ્માત વિશે પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ ગવસે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હતી.

23 September, 2021 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું

પહેલું એ કે મને લિવર ઇન્ફેક્શન થવાથી મારા શરીરમાં સોજો આવી ગયો હતો. બીજું કારણ એ કે બિગ બૉસના હાઉસમાંથી બહાર આવ્યા બાદ મને એન્ગ્ઝાયટીના અટૅક આવવા લાગ્યા હતા.

23 September, 2021 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સફળતાને અલગ માપદંડથી આંકવામાં આવે છે : સૈફ અલી ખાન

સ્ક્રિપ્ટ પસંદ પડે તો એના પર વધુ વિશ્વાસ આવે છે. ‘ભૂત પોલીસ’ પણ એમાંની જ એક છે. હું મારાં કો-ઍક્ટર્સ અર્જુન, યામી અને જૅકલિન અને ખાસ કરીને અર્જુનનો આભાર માનું છું, કારણ કે હું શરૂઆતથી જ તેની સાથે હતો.

23 September, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK