° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


રસિકાની ફિલ્મને સ્ક્રીન કરવામાં આવશે ન્યુ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં

18 June, 2021 12:05 PM IST | Mumbai | Harsh Desai

કૌશલ ઓઝા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ’માં રસિકાની સાથે નસીરુદ્દીન શાહે પણ કામ કર્યું છે

રસિકા દુગ્ગલ

રસિકા દુગ્ગલ

રસિકા દુગ્ગલની શૉર્ટ ફિલ્મ ‘ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ’ને ન્યુ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરવામાં આવી રહી છે. અગાઉ પણ તેની ‘મન્ટો’નું સ્ક્રીનિંગ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જેમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં હતો. કૌશલ ઓઝા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ’માં રસિકાની સાથે નસીરુદ્દીન શાહે પણ કામ કર્યું છે. ૧૯૪૭માં આ ફિલ્મની સ્ટોરીને સેટ કરવામાં આવી છે. આ વિશે રસિકાએ કહ્યું હતું કે ‘સૌમ્યએ ખૂબ જ સારી અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લખી છે. સ્ટોરી કહેતી વખતે એમાં બૅલૅન્સ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આ ફિલ્મને જે વિસ્તારથી કહેવામાં આવી છે એ મને ખૂબ જ પસંદ પડી છે અને મારા ગુરુ નસીરુદ્દીન શાહ સાથે કામ કરવાની પણ મને ઘણી મજા આવી છે. હું મારા કામ વિશે જે કંઈ જાણું છું એ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં શીખી હતી એના કારણે જાણું છું. તેમ જ મારે હજી પણ ઘણું શીખવાનું બાકી છે. મને ખુશી છે કે ફિલ્મ ન્યુ યૉર્કના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થવાની છે અને સ્પર્ધામાં ભાગ લેશે.’

18 June, 2021 12:05 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નવે નવ રસની ઝાંખી કરાવતી તમિલ ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ

તમિલ એથૉલોજી ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં નવે નવ રસ બતાવવામાં આવ્યાં છે.

27 July, 2021 07:11 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

27 July, 2021 06:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

27 July, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK