° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


રણવીર સિંહ ફરી કરાવશે ન્યૂડ ફોટોશૂટ?

05 August, 2022 03:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પેટા ઇન્ડિયાએ અભિનેતા પાસે કરી છે આ માંગણી

રણવીર સિંહ (તસવીર સૌજન્ય : પેપર મેગેઝિન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

રણવીર સિંહ (તસવીર સૌજન્ય : પેપર મેગેઝિન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

તાજેતરમાં બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)એ કરાવેલા ન્યૂડ ફોટોશૂટ સતત ચર્ચામાં છે. કેટલાકને અભિનેતાની આ તસવીરો બહુ જ ગમી છે તો કેટલાકે તેનો વિરોધ કર્યો હતો. ત્યારે એવા સમાચાર છે કે, રણવીર સિંહ બહુ જલ્દી ફરી એકવાર ન્યૂડ અવતારમાં જોવા મળી શકે છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (PETA) ઇન્ડિયાએ રણવીર સિંહને પત્ર લખીને વિનંતી કરી છે કે, વિગન શૈલીને પ્રોત્સાહન આપતી તેમની આગામી ઝુંબેશ માટે અભિનેતા આ જ પ્રકારનું ન્યૂડ ફોટોશૂટ કરાવે.

પેટા ઇન્ડિયા પ્રાણીઓને અધિકારને સમર્થન આપે છે. તેમણે રણવીર સિંહને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘દેશના શ્રેષ્ઠ પ્રાણી જૂથ અને 2 મિલિયન સમર્થકો સાથે PETA તરફથી શુભેચ્છાઓ. અમે તમારું પેપર મેગેઝિન માટેનું ફોટોશૂટ જોયું. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી માટે પણ એવું જ કરશો.’

આ પત્રમાં PETAએ તેની ઝુંબેશ વિશે પણ જણાવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, પ્રા’ણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે શું તમે પેટા ઈન્ડિયાની નગ્ન જાહેરાતમાં કામ કરશો. તેની સાથે પામેલા એન્ડરસનનો જૂનો નગ્ન ફોટો પણ જોડવામાં આવ્યો છે.’

તમને જણાવી દઈએ કે, આ પહેલા ‘બિગ બૉસ’ (Bigg Boss) પામેલા એન્ડરસન (Pamela Anderson)એ પેટા ઇન્ડિયા માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

તુંદુરસ્ત અને શાકાહારી ભોજનને પ્રોત્સાન આપવા માટે આ પહેલા પેટા કે પેટા ઇન્ડિયા સાથે અનુષ્કા શર્મા (Anushka Sharma), જોક્વિન ફોનિક્સ (Joaquin Phoenix), કાર્તિક આર્યન (Kartik Aaryan), નતાલી પોર્ટમેન (Natalie Portman) વગેરે શાકાહારી અને વિગન સેલિબ્રિટિઓએ હાથ મિલાવ્યા હતા. જો રણવીર સિંહ ફોટોશૂટ માટે હા પાડશે તો તેનું નામ પણ આ યાદીમાં જોડાઈ જશે.

દરમિયાન, રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટની તસવીરો ચર્ચાનો મોટો વિષય હતો. તેમજ આ ન્યૂડ તસવીરોને કારણે અભિનેતા મુશ્કેલીમાં પણ મુકાયો હતો. પેપર મેગેઝિન માટે તેણે કરાવેલ ન્યૂડ ફોટોશૂટની તસવીરો ૨૧ જુલાઈના રોજ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. અમેરિકન ઍક્ટર બર્ટ રેનોલ્ડ્સ (Burt Reynold)થી પ્રેરિત આ ફોટોશૂટમાં રણવીર સિંહ તુર્કી ગાદલા પર નગ્ન થઈને પોઝ આપ્યા હતા. જોકે, અભિનેતાના આ ફોટોશૂટ બાદ તેના વિરુદ્ધ લાગણીઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ છેલ્લે નેટફ્લિક્સ (Netflix)ના ઇન્ટરેક્ટિવ સ્પેશ્યલ `રણવીર વર્સિસ વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ` (Ranveer vs. Wild with Bear Grylls)માં જોવા મળ્યો હતો. ફિલ્મોની વાત કરીએ તો, `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` (Rocky Aur Rani Ki Prem Kahani) સિવાય તે રોહિત શેટ્ટી (Rohit Shetty) દિગ્દર્શિત ફિલ્મ `સર્કસ` (Cirkus)માં જૅકલિન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) અને પૂજા હેગડે (Pooja Hegde) સાથે જોવા મળશે. આ ફિલ્મ નાતાલ ૨૦૨૨માં રિલિઝ થશે.

05 August, 2022 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ન્યુડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસે રણવીર સિંહને પાઠવી નોટિસ

A team of Mumbai Police also went to Ranveer Singh`s house to serve a notice

12 August, 2022 07:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સતીશ શાહને શા માટે કરવામાં આવ્યા ટ્રોલ?

તિરંગા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને સતીશ શાહે ટ્વીટ કર્યું હતું, ‘આ એ જ તિરંગા ધ્વજ છે જેને ૧૯૪૨માં ‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ દરમ્યાન મારી મમ્મી લઈને આવી હતી`

12 August, 2022 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

Brahmastra : શાહરુખ ખાનનો ફર્સ્ટ લૂક થયો લીક, જુઓ તમે પણ

લાંબા સમયથી ફૅન્સ કિંગ ખાનના લૂકની રાહ જોઈ રહ્યા હતા

12 August, 2022 02:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK