Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આપ જિધર મૈં ઉધર

12 October, 2021 03:58 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

રણવીર સિંહનું કહેવું છે કે તે બાળપણથી અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમારને ફૉલો કરતો આવ્યો છે અને હવે ટીવી પર પણ તેમને જોઈને કામ કરી રહ્યો છે

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહનું કહેવું છે કે તે બાળપણથી અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમારને ફૉલો કરતો આવ્યો છે. રણવીર હવે ૧૬ ઑક્ટોબરથી કલર્સ પર શરૂ થઈ રહેલા ક્વિઝ શો ‘ધ બિગ પિક્ચર’ને હોસ્ટ કરતો જોવા મળશે. તે નાનો હતો ત્યારે ટીવીની સ્ક્રીન પર આ કલાકારોને જોઈને આશ્ચર્યચકિત થઈ જતો હતો. આ વિશે વાત કરતાં રણવીર સિંહે કહ્યું હતું કે ‘મારો પહેલો ટીવી-શો ‘ધ બિગ પિક્ચર’ને હોસ્ટ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મારા એકદમ યુનિક ફ્રેશ ફૉર્મેટવાળા શોને લઈને હું દેશની જનતાને એન્ટરટેઇન કરવા માટે આતુર છું. હિન્દી મેઇન સ્ટ્રીમના આઇકૉનિક હીરોઝ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમાર તેમના ટીવી-શો દ્વારા દેશની જનતા સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થયા હતા. હું બાળપણથી તેમના પરથી પ્રેરણા લેતો આવ્યો છું અને તેમની જર્નીને ફૉલો કરતો આવ્યો છું. હું જોતો આવ્યો છું કે તેમને ટીવીની સ્ક્રીનને કારણે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. ‘ધ બિગ પિક્ચર’ દ્વારા મને દેશના યુવાનો અને ફૅમિલી ઑડિયન્સ સાથે કનેક્ટ થવાની તક મળી છે. આશા રાખું છું કે હિન્દી સિનેમાના મેઇન સ્ટ્રીમ ઍક્ટર્સની ગ્રૅન્ડ લેગસીને હું ટીવી પર આગળ લઈ જઈ શકું. લોકો ‘ધ બિગ પિક્ચર’ જુએ એ માટે હું ખૂબ જ આતુર છું.’

રણવીર સિંહનું કહેવું છે કે આ શોને હોસ્ટ કરવા માટે ઘણી વસ્તુ તેને તેની પત્ની દીપિકા પાદુકોણે શીખવી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2021 03:58 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK