રણધીર કપૂરને ઈન્સ્ટાગ્રામમાં લાવવાનો આઈડિયા કોનો હતો?
તસવીર સૌજન્યઃ રણધીર કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
સોશ્યલ મીડિયાથી દૂર રહ્યા બાદ ઘણા બૉલીવુડ સેલેબ્ઝે ઈન્સ્ટાગ્રામમાં જોડાયા છે. આમાં કરિના કપૂર ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કેફનો સમાવેશ છે. હવે આ યાદીમાં રણદીર કપૂરનું પણ નામ જોડાયું છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ બાબતે વાત પણ કરી હતી. રણધીર કપૂરે કહ્યું કે, મને ઈન્સ્ટાગ્રામમાં લાવવાનો આઈડિયા લોલો અને બેબો (કરિશ્મા અને કરિના)નો હતો. મારા સ્ટોકમાં અમૂક તસવીરો હતી, તેમણે અકાઉન્ટ બનાવ્યા બાદ મારા અકાઉન્ટમાં અપલોડ કરી.
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું કે, હવે લોલો અને બેબો કહે છે કે મારે પોતે જ અકાઉન્ટ વાપરતા શીખવુ પડશે. પણ હું ટેક્નો-સેવી નથી. મને કંઈ ખબર નથી. મને જ્યારે પણ કંઈ પોસ્ટ કરવુ હશે ત્યારે મારે લોલો અને બેબોને કહેવું પડશે કે તે અમૂક ફોટોઝ શોર્ટલિસ્ટ કરીને મને સેન્ડ કરે. તેમાંથી હું ફાઈનલ પસંદ કરીશ જેને તે લોકોને અપલોડ કરવા કહીશ.
ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કેવી લાગે છે એ બાબતે પૂછતા તેમણે કહ્યું કે, હું ઈન્સ્ટાગ્રામમાં નિવેદનો આપવા નથી આવ્યો. મને મારી શાંતી ગમે છે. જેમાં હું ખુશ છું. મારુ ઈન્ટા ખાલી ફન માટે છે.