° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


કઈ વાતનો વસવસો છે રણબીરને?

24 June, 2022 02:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું એવું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘શમશેરા’ જોવા માટે તેના પિતા રિશી કપૂર જીવતા હોત તો સારું હોત

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

રણબીર કપૂરને એક વાતનો વસવસો રહી ગયો છે. તેનું એવું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘શમશેરા’ જોવા માટે તેના પિતા રિશી કપૂર જીવતા હોત તો સારું હોત. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર પણ જોવા મળશે. બાવીસ જુલાઈએ આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. પિતા રિશી કપૂરને યાદ કરતાં રણબીર કપૂરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે કદાચ મારા પિતા આજે હયાત હોત. તેઓ હંમેશાંથી પોતાનાં મંતવ્યોને લઈને પ્રામાણિક રહ્યા છે. તેમને કોઈ વસ્તુ પસંદ પડે કે ના પડે તો તેઓ બિન્દાસ કહી દેતા હતા. ખાસ કરીને તો મારા કામ વિશે. એથી એ વાતનું દુ:ખ છે કે તેઓ આ ફિલ્મ નહીં જોઈ શકે. જોકે મને એ વાતની ખુશી છે કે હું આવી ફિલ્મ કરી શક્યો છું. આશા છે કે તેઓ જ્યાં પણ હશે ત્યાં તેઓ મને જોતા હશે અને મારા પર ગર્વ અનુભવતા હશે. હું એક ઍક્ટર અને સ્ટાર તરીકે આગળ વધવા માગું છું. મને લાગે છે કે ‘શમશેરા’ એના તરફનું એક પગલું છે. તમે હંમેશાં બહોળા પ્રમાણમાં દર્શકો માટે ફિલ્મ બનાવવા માગો છો. તમે એવી સ્ટોરી કહેવા માગો છો જે અલગ-અલગ પેઢીને જોડી શકે અને તેમનું મનોરંજન કરી શકે. લોકો આ ફિલ્મને જોઈને કેવી પ્રતિક્રિયા આપશે એ જાણવા માટે આતુર છું.’

24 June, 2022 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News In Short: બરફની અંદર યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી વિદ્યુત જામવાલે

તેનું કહેવું છે કે તે વિશ્વનો ટોચનો માર્શલ આર્ટિસ્ટ છે

29 June, 2022 06:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય

તેમની સારા અલી ખાન અને અક્ષયકુમારની ‘અતરંગી રે’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી

29 June, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે

૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં હતાં

29 June, 2022 06:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK