° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


સો જા, નહીં તો રણબીર આ જાએગા : રણબીર કપૂર

03 July, 2022 05:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભયાનક નેગેટિવ રોલ કર્યા બાદ આવો ડર લોકોમાં ઊભો થાય એવી તેની ઇચ્છા છે

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરની ઇચ્છા છે કે તેને લાઇફમાં એવો નેગેટિવ રોલ કરવા મળે જેને જોયા બાદ પેરન્ટ્સ તેનાં બાળકોને કહે, ‘સો જા, નહીં તો રણબીર આ જાએગા.’ તેની ‘શમશેરા’ ૨૨ જુલાઈએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર ડબલ રોલમાં દેખાશે. તેની સાથે વાણી કપૂર અને સંજય દત્ત ભયંકર વિલનના રોલમાં છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ અને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. 
સાથે જ રણબીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટલાક યાદગાર વિલનનાં પાત્રો જેવા કે અમજદ ખાનનો ‘ગબ્બર સિંહ’, અમરીશ પૂરીનો ‘મોગેમ્બો’, સંજય દત્તનો ‘કાંચા ચીના’ અને રણવીર સિંહનાં ‘અલ્લાઉદ્દીન ખીલજી’નાં રોલની પ્રશંસા કરી હતી. તેનું એવુ પણ માનવુ છે કે જો વિલન જ નહીં હોય તો હીરોની ગણતરી કેવી રીતે થશે. એથી તેને વિલનનો રોલ કરવીની તીવ્ર ઇચ્છા થઈ છે. એક એવો યાદગાર રોલ જે હંમેશાં માટે યાદગાર બની જાય.
વિલનના રોલની પ્રશંસા કરતાં રણબીરે કહ્યું કે ‘જો હીરોને પોતાની હીરોગીરી દેખાડવા માટે વિલન ન મળે તો તે હીરો કઈ રીતે કહેવાશે? મારી ઇચ્છા છે કે જો મને એક એવો નેગેટિવ રોલ કરવા મળે જેને જોઈને લોકો તેમનાં બાળકોને કહે, ‘સો જા, સો જા, નહીં તો રણબીર આ જાએગા.’ આપણા સિનેમામાં વિકાસ થયો છે. એવામાં વિલનનું કૅરૅક્ટર પણ ખૂબ જટિલ અને ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે. હું એવા વિલનના પાત્ર માટે આતુર છું જેને આજ સુધી જોયો ન હોય.’

રણબીરના ફૅન્સ માટે એક ખાસ કૉન્ટેસ્ટ શરૂ કરી છે યશરાજ ફિલ્મ્સે

રણબીર કપૂરની ‘શમશેરા’ ૨૨ જુલાઈએ રિલીઝ થવાની છે એવામાં તેના ફૅન્સને એક સ્પેશ્યલ ગિફ્ટ આપતાં યશરાજ ફિલ્મ્સે સોશ્યલ મીડિયામાં એક ખાસ પહેલ શરૂ કરી છે. એના માધ્યમથી તેના ફૅન્સ તેને માટે ઇમોશનલ અને લવ મેસેજ મોકલી શકે છે. ૧૫ વર્ષની કરીઅરમાં તેણે અનેક હટકે ફિલ્મ આપી છે. એ આઇડિયાનું નામ છે ‘To RK With Love.’ એ વિશે રણબીર કપૂરે કહ્યું કે ‘મને અનેક વખત ખૂબ વસવસો થાય છે કે મને મારા ફૅન્સ તરફથી ખૂબ પ્રેમ અને સપોર્ટ મળે છે અને હું એના બદલામાં તેમને કંઈ નથી આપી શકતો. યશરાજ ફિલ્મ્સની માર્કેટિંગ ટીમ ખૂબ ઇન્ટરેસ્ટિંગ આઇડિયા લઈને આવી છે જેના માધ્યમથી હું મારા ફૅન્સ સાથે વાત કરી શકીશ. હું મુક્તપણે વાત કરીશ અને તેઓ મને સારી રીતે જાણી શકશે અને હું પણ તેમને નજીકથી જાણી શકીશ. તેમના ચહેરા પર સ્માઇલ લાવવું અગત્યનું છે અને એ જ મારા માટે મહત્ત્વનું છે. એથી આમાં સામેલ થવાની મને ખુશી છે. મને આશા છે કે મારી કરીઅરમાં હું હજી ઘણું બધું કરી શકીશ.’

03 July, 2022 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કપિલ શર્માની ફિલ્મ ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં

નંદિતા દાસ દ્વારા ​ડિરેક્ટ કરવામાં આવેલી ‘ઝ્વિગાટો’નું સપ્ટેમ્બરમાં ત્યાં કરવામાં આવશે પ્રીમિયર

19 August, 2022 01:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ઓરિજિનલ ખિલાડી, નવો અનાડી

આ ગીતના નવા વર્ઝનનો ફિલ્મ ‘સેલ્ફી’માં સમાવેશ કરવામાં આવ્યો છે

19 August, 2022 01:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’ જોયા બાદ ‘ક્રિશ’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો : હૃતિક

હૃતિકની ‘કોઈ... મિલ ગયા’ ૨૦૦૩માં આવી હતી, ત્યાર બાદ એની ​સીક્વલ ‘ક્રિશ’ ૨૦૦૬માં આવી હતી

19 August, 2022 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK