Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરે કેમ એક્સ-ગર્લફ્રેન્ડની ભરપૂર પ્રશંસા કરી?

રણબીર કપૂરે કેમ એક્સ-ગર્લફ્રેન્ડની ભરપૂર પ્રશંસા કરી?

02 July, 2022 02:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એક્સ-ગર્લફ્રેન્ડ એટલે દીપિકા પાદુકોણ

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ


રણબીર કપૂરે તેની વાઇફ આલિયા ભટ્ટની નહીં, પરંતુ એક્સ-ગર્લફ્રેન્ડની ભરપૂર પ્રશંસા કરી છે. આ એક્સ-ગર્લફ્રેન્ડ એટલે દીપિકા પાદુકોણ. કરીઅરમાં તે જે રીતે આગળ વધી છે એને લઈને રણબીરે તેનાં ભારોભાર વખાણ કર્યાં છે. બન્નેએ ‘તમાશા, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘બચના અય હસીનોં’માં સાથે કામ કર્યું હતું. બન્નેના રિલેશન પણ જગજાહેર હતા. ‘અગર તુમ સાથ હો’ ગીત વિશે રણબીર કપૂરે કહ્યું કે ‘દીપિકાના પર્ફોર્મન્સને કારણે આ ગીત સારું બન્યું છે. દીપિકાએ જે પ્રકારે પર્ફોર્મ કર્યું છે, તેણે ખરેખર પાત્રમાં પ્રાણ પૂર્યા છે. તેના કારણે જ એ રીઍક્ટિવ સીન બન્યો છે. હું જે પણ કરતો એના પર તે રીઍક્ટ કરતી અને તે જે કાંઈ પણ કરતી એના પર હું રીઍક્ટ કરતો. દીપિકા સાથે કામ કરવાની હંમેશાં મજા આવી છે, કારણ કે અમે લગભગ સાથે શરૂઆત કરી હતી. એક ઍક્ટર તરીકે તેનો ખૂબ વિકાસ થયો છે. અમે બીજી ફિલ્મ ‘બચના અય હસીનોં’માં સાથે કામ કર્યું હતું. બાદમાં જ્યારે મેં તેની સાથે ‘યે જવાની હૈ દીવાની’માં કામ કર્યું તો એક ઍક્ટર તરીકેનો તેનો ગ્રોથ જોઈને હું ચોંકી ગયો હતો. દીપિકાને હું ખૂબ નજીકથી ઓળખતો હોવાથી હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. તો સાથે જ અમે જ્યારે ‘તમાશા’માં કામ કર્યું તો તે વેટરન બની ગઈ હતી. દરેક શૉટ અને દરેક બાબતમાં તે પોતાના કામ સાથે મને સરપ્રાઇઝ આપતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK